પાકિસ્તાને ફરી કર્યો શસ્ત્ર વિરામનો ભંગ, ગ્રામીણ લોકોને બનાવ્યા નિશાન

સરહદે પાકિસ્તાન દ્વારા ફરી ગોળીબાર કરવામાં આવ્યો હતો, પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન સૈન્યએ શસ્ત્ર વિરામનો ભંગ કરીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, અને અહીં આવેલા ભારતીય સરહદના ગામડાઓને નિશાન બનાવ્યા હતા. જોકે પાકિસ્તાન સૈન્ય વધુ ઉશ્કેરીને ગ્રામીણ લોકોને વધુ નુકસાન ન પહોંચાડે તે હેતુથી ભારતીય સૈન્યએ આ વિસ્તાર પુરતા સામે ગોળીબાર કરવાનું ટાળ્યું હતું. નામ ન આપવાની શરતે એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સૈન્યએ નિર્દોશ ગ્રામજનો પર ગોળીબાર કર્યો હતો. સવારે ૧૦.૩૦ કલાકે આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે કોઇ જાનહાની નથી થઇ. 

પાકિસ્તાને આ પહેલા ૧૫મી જાન્યુઆરીએ કરેલા ગોળીબારમાં બીએસએફના એક જવાન વિનય પ્રસાદ શહીદ થઇ ગયા હતા. જ્યારે અન્ય ગોળીબારમાં અનેક જવાનો ઘવાયા છે. પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરીને આતંકીઓને ભારતમાં ઘુસાડવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે.

ગયા વર્ષે પાકિસ્તાન દ્વારા સૌથી વધુ ૨૯૩૬ વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને આ ગોળીબાર કરીને ૧૫ વર્ષમાં સૌથી વધુ વખત શસ્ત્ર વિરામનો બંગ કર્યો છે. પાકિસ્તાને રોકેટ લોંચર વડે આ હુમલા કર્યા હતા. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter