પાકિસ્તાને મંગળવારે દિલ્હીમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) હેઠળ લશ્કરી તબીબી નિષ્ણાતોની કોન્ફરન્સમાં ભાગ ન લીધો… જાણકારી મુજબ ભારતે પાકિસ્તાનના નકશા સામે વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને નકશામાં કાશ્મીરને પોતાનો ભાગ ગણાવ્યો હતો. ભારતની સરહદોને નકશામાં ખોટી રીતે રજૂ કરવાને લઈને ભારતે વાંધો ઉઠાવ્યા બાદ પાકિસ્તાને બેઠકમાં ભાગ ન લીધો… ઉલ્લેખનિય છે કે, જુલાઈમાં ભારતમાં SCO શિખર સંમેલન યોજાશે, જેનું ભારત યજમાન છે

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય, સૈન્ય તબીબી સેવા, આરોગ્ય સંભાળ અને મહામારી સામે લડવાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સુવિધાઓનું આદાન-પ્રદાન કરવાનો હતો. છેલ્લા અઢી વર્ષથી વિવિધ સશસ્ત્ર દળો દૂરના વિસ્તારો સુધી પહોંચી રસીકરણ કાર્યક્રમને શ્રેષ્ઠ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.
સાચો નકશો બતાવો અને સેમિનારથી દૂર રહો : વિદેશ મંત્રાલય
પાકિસ્તાન આ સેમિનારમાં મિલિટરી મેડિસિન, આરોગ્ય સંભાળ સહિતના વિષય સાથે થિંક ટેન્ક તરીકે ભાગ લેવાનું હતું. કાશ્મીર મુદ્દે નારાજગી વ્યક્ત કર્યા બાદ પાકિસ્તાની પક્ષે SCOની બેઠકમાં ભાગ લીધો ન હતો. મંગળવારના એક પરિસંવાદ કાર્યક્રમમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ખોટા નકશાનો ઉપયોગ કરી કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવ્યો હતો. વિદેશ મંત્રાલય સામે આ મામલો આવ્યા બાદ પાકિસ્તાની પક્ષને સાચો નકશો બતાવવા અને સેમિનારથી દૂર રહેવા માટે કહેવાયું હતું, ત્યારબાદ પાકિસ્તાને SCOની બેઠકમાં ભાગ લીધો ન હતો.
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો