VIDEO: ભારતનો ડર પાકને રાત-દિવસ ઉંઘવા નથી દેતો, ટેન્કોને સિયાલકોટ બોર્ડર તરફ ધકેલી

પુલવામા હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ ઉભુ કર્યું છે. એવું માનવામાં આવે છે કે ભારત આ હુમલાનો જવાબ આપવા માટે પાકિસ્તાન પર કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે. ભારતના જવાબી હુમલાથી પાકિસ્તાન ખૂબ ભયભીત છે.

પાકિસ્તાનને બીક લાગે છે કે ભારત તેના પર હુમલો કરી શકે છે. આ ડરથી તેણે સિયાલકોટ બોર્ડર તરફ પોતાની ટેન્કોને રવાના કરી છે. પાકિસ્તાની ટ્વિટર ખાતાએ આ વિશેની માહિતી આપી છે. મોહમ્મદ સાદ નામના એક વ્યક્તિએ આ વિડિઓ Twitter પર શેર કર્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાં ઘણા ગામો પણ ખાલી કરી દીધા છે. આ સાથે લોકોને ચેતવણી આપવા માટે કહેવામાં આવ્યું છે. માહિતી અનુસાર પાકિસ્તાને નિયંત્રણ રેખા નજીક લોકોનાં અવન જવન અટકાવી દીધી છે. પીઓકેના 127 ગામોમાં પાકિસ્તાને ચેતવણી આપી દીધી છે. સાથે સાથે જ 40થી વધુ ગામોને એલઓસી દ્વારા ખાલી કરવામાં આવ્યા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter