સલમાન ખાનની ફિલ્મ દબંગ ૩નું હાલ ધમાકેદાર રીતે શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના બે હિસ્સા દબંગ અને દબંગ ટુ માં તેણે પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન પાસે ગીતો ગવડાવ્યા હતા. પરંતુ હવે ત્રીજા હિસ્સામાં આ પાકિસ્તાની ગાયકને તક આપવામાં આવી નથી. હવે તેના સ્થાને જાવેદ અલી પાસે ગીત ગવડાવામાં આવ્યું છે. રાહત ફતેહ અલી ખાને,દબંગમાં મેં તેરે મસ્ત-મસ્ત દો નૈન અને દબંગ ટુમાં તોરે નૈના દગાબાઝ ગીત ગાયું હતું. પરંતુ હવે દબંગ ૩માં રાહત ફતેહ ખાનનો કંઠ નહીં હોય.
આ કારણે લેવામાં આવ્યો છે નિર્ણય
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, સલમાને દબંગ ૩ માટે રાહત ફતેહ અલી પાસે તોસે નૈના લડે ગીત રેકોર્ડ કરાવ્યું હતું. આ રોમેન્ટિક ગીત મ્યુઝિક ડાયરેકટર સાજિદ-વજિદને પસંદ પણ પડયું હતું. પરંતુ ભારત-પાક્સ્તિાન વચ્ચેના તનાવને ધ્યાનમાં રાખીને પાક્સિતાની કલાકારોને ભારતમાં કામ ન આપવાના નિર્ણયનું માન રાખીને સલમાન અને ફિલ્મની ટીમે મળીને ફેંસલો લીધો કે રાહત ફતેહનું ગીત આ ફિલ્મમાં રાખવું નહીં.
સલમાન ખાન સાથે આ અભિનેત્રી રેમાન્સ કરતી જોવા મળશે
હવે જાવેદ અલી દબંગ ૩માં ગીત ગાતો સાંભળવા મળશે. જોકે ફિલ્મસર્જક તરફથી સત્તાવાર રીતે આની ઘોષણા કરવામાં આવી નથી. આ ગીતમાં સલમાન સાથે સાંઇ માંજરેકર રોમાન્સ કરતી જોવા મળવાની છે. જે આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી રહી છે.
Read Also
- રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી કુદરતી ખાતરનો ઉપયોગ વધારવા PM PRANAM યોજના જાહેરઃ ખેડૂતોને થશે આ ફાયદો
- બે વર્ષ પહેલા જાહેર સ્ક્રેપિંગ પોલિસી પર કેન્દ્ર અને રાજ્યોને મોટું ફંડ ફાળવવામાં આવશે
- ઉદ્યોગો માટે કોઈ ટેક્સ નથી વધાર્યો તે જ રાહત, વડોદરાના ઉદ્યોગજગતે કેન્દ્રીય બજેટને આવકાર્યું
- બજેટ 2023 / બજેટમાં નોકરીયાત વર્ગને ફાયદો, નવી કર સિસ્ટમમાં 52500 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે
- બજેટ 2023 / સ્ટાર્ટઅપ સેક્ટરને મોટી રાહત, નાણામંત્રીએ કરી આ જાહેરાત