જાણીતા પાકિસ્તાની સૂફી ગાયક રાહત ફતેહ અલી ખાન પર વિદેશી મુદ્રાની સ્મગલિંગ કરવાનો આરોપ છે. આ મામલે તપાસ કરી રહેલી ઇડીએ રાહત ફતેહ અલી ખાનને ફેમા અંતર્ગત શોકોઝ નોટીસ ફટકારીને જવાબ માગ્યો છે.
ભારત, પાકિસ્તાનથી લઈને દેશ વિદેશમાં પોતાના અવાજના જાદૂથી લોકોના દિલ પર રાજ કરનારા તેના પર આરોપ છે કે ભારતથી ત્રણ વર્ષ સુધી વિદેશી મુદ્રાની સ્મગલિંગ કરી. પ્રાપ્ત વિગતો મુજબ રાહત ફતેહ અલી ખાનને ભારતમાંથી ગેરકાયદે ત્રણ લાખ ચાળીશ હજાર યૂએસ ડોલર મળ્યા હતા. જેમાંથી રાહતે બે લાખ પચ્ચીસ હજાર ડોલરની સ્મગલિંગ કરી હતી.
આ મામલે તપાસ કરી રહેલી ઈડીએ રાહતને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. ઈડીએ રાહત ફતેહ અલી ખાનને બે કરોડ 61 લાખ રૂપિયાની રકમને લઈને જવાબ માગ્યો છે. જો ઈડી જવાબથી સંતુષ્ટ નહીં થાય તો રાહત પર 300 ટકા સુધીનો દંડ લગાવી શકે છે. દંડ ના ભરવા પર રાહત વિરૂદ્ધ ભારતમાં લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે. સાથો સાથ રાહતના તમામ કાર્યક્રમો પર પણ રોક લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે 2011માં રાહત ફતેહ અલી ખાનની દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર સવા લાખ ડોલરની સાથે ધરપકડ કરવામાં આવી હતી.
રાહત પાસે આ રૂપિયાના કોઇ દસ્તાવેજ હતા નહીં. રાહતની સાથે તેમના પ્રબંધક મારૂફ અને ઇવેન્ટ મેનેજર ચિત્રશની પણ અટકાયત કરવામાં આવી હતી. આ લોકોની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી કે જ્યારે આ લોકો દુબઇના રસ્તેથી લાહોર જવાના હતા.
જણાવી દઇએ કે રાહત ફતેલ અલી ખાને બોલીવુડમાં 2003થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ફિલ્મ ‘પાપ’માં ‘લાગી તુજસે મન કી લગન’ સૉન્ગ ગાયુ હતું. ફિલ્મ ઇશ્કિયાના સૉન્ગ ‘દિલ તો બચ્ચા હૈ જી’ માટે રાહચને ફિલ્મ ફેર અવોર્ડ પણ મળી ચુક્યો છે.
Read Also
- કોંગ્રેસ સરકારે કરેલું દેવું ભાજપ સરકારે ચૂકવવું પડ્યું, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કર્યો ખુલાસો
- PHOTOS / ભારતમાં કયા પ્રાણીઓને કાયદેસર રીતે પાળી શકાય છે અને કોને નહીં?
- ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!
- જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી
- શર્મનાક ઘટના / છોકરી ભગાડી, તો પરિવારે છોકરાની માતાને નગ્ન કરી ગામમાં પરેડ કરાવી