GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનની અવળચંડાઈઃ સરહદે બેફામ તોપમારો, કાશ્મીરમાંથી સાત આતંકીઓની ધરપકડ, શંકાસ્પદ બંકર મળતા સેના એલર્ટ

Last Updated on October 17, 2020 by Mansi Patel

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પાસે પાસે પાકિસ્તાને બેફામ તોપમારો અને ભારે ગોળીબાર કરીને ફરી એક વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બીજી તરફ ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આપ્યું નિવેદન

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાંજે 5.15 વાગ્યે પાકિસ્તાની સેનાએ કોઇ પણ કારણ વગર ગોળીબાર અને તોપમારો શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેનાએ ચાલુ મહિનામાં અત્યાર સુધી 18 વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ તોપમારો કરતા જુનિયર કમિશન્ડ ઓફિસર(જેસીઓ) ઇજાગ્રસ્ત થયા હતાં. પાકિસ્તાની અવળચંડાઇ સતત ચાલુ રહેતા સરહદની પાસે આવેલા ગામોને હાઇએલર્ટ કરવામાં આવ્યા છે.

સાત આતંકીઓને ઝડપી લેવાયા

બીજી તરફ આજે જમ્મુ-કાશ્મીરમાંથી સાત આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે 14 ઓગસ્ટ અને પાંચ ઓક્ટોબરે નેશનલ હાઇવે પાસે સુરક્ષા દળો પર થયેલા હુમલાના સંદર્ભમાં છ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓને પકડવા માટે ઇન્વેસ્ટીગેશન ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. આ માટે પોલીસે શ્રીનગરના છાડોરા, બડગામ, નાવગામ સહિતના અનેક વિસ્તારોમાં દરોડા પાડયા હતાં. આ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કરનારા આતંકીઓને મદદ કરી હતી.

બે પોલીસકર્મી થયા શહીદ

ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટના આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતાં જ્યારે પાંચ ઓક્ટોબરે થયેલા હુમલામાં સીઆરપીએફના બે જવાનો શહીદ થયા હતાં. જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારના અંતે એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી.અન્ય એક ઘટનામાં સુરક્ષા દળોને જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાંથી આતંકવાદીઓનું એક અન્ડરગ્રાઉન્ડ આશ્રયસ્થાન શોધી કાઢવામાં સફળતા મળી હતી.

Gujarat Government Advertisement

Related posts

ખુલાસો / દેશમાં ફેલાયેલા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સામે હાલની વેક્સિન કેટલી અસરકારક, જાણો ICMRએ શું કહ્યું?

Dhruv Brahmbhatt

સાચવજો/ ત્રીજી લહેરનો ખતરો વધ્યો : 11 રાજ્યોમાં કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 50 કેસો, ગુજરાતમાં પણ મારી એન્ટ્રી

Pritesh Mehta

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!