GSTV
Home » News » પાકિસ્તાનની આર્થિક હાલત બદથી બદતર થઈ, દૂધના વિચારી પણ ન શકાય તેટલા ભાવ

પાકિસ્તાનની આર્થિક હાલત બદથી બદતર થઈ, દૂધના વિચારી પણ ન શકાય તેટલા ભાવ

આર્થિક તંગી સામે લડી રહેલ પાડોશી દેશ પાકિસ્તાની આર્થિક હાલત બદથી બદતર થઈ ગઈ છે. પાકિસ્તાનનું દેવું 10 વર્ષમાં જ 6 હજાર અબજ રૂપિયાથી વધીને 30 હજાર અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 30 જૂન સુધી બેનામી સંપતિના ખુલાસાની ચેતવણી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશના લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો 30 જૂન સુધી ટેક્સ નહિં ચૂકવો તો સંપતિઓ ટાંચમાં લેવામાં આવશે.

રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમે જણાવ્યું કે, પાકિસ્તાન ટેક્સથી વાર્ષિક 4,000 અબજ રૂપિયા એકત્ર થાય છે પરંતુ અડધી રકમ તો હપ્તા ભરવામાં નીકળી જાય છે. જેથી હવે દેશ ચલાવવાનો ખર્ચ નથી વધતો. પાકિસ્તાની અમીરોએ વધુ ટેક્સ ચૂકવવો પડશે પાકિસ્તાનના પીએમના સલાહકાર હાફિસ શેખે જણાવ્યું કે, પાકિસ્તાનનો સરેરાશ ટેક્સ દર 11-12 ટકા છે.

જે દુનિયામાં સૌથી ઓછા દરોમાં સામેલ છે. જો આપણે આના માટે અમુક લોકોને નારાજ કરવા પડો તો એના માટે તૈયાર છીએ. જેથી હવેથી પાકિસ્તાનના અમીર લોકોએ વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે. આ વર્ષ માટે ટેક્સ પ્રાપ્તિનો લક્ષ્ય 5,550 અબજ રૂપિયા રાખવામાં આવ્યો છે.
વેનેઝુએલા જેવી સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સ્થિતિ હાલમાં વેનેઝુએલા જેવી દેવાળીયા થવાને આરે છે. વેનેઝુએલામાં વર્તમાન સમયમાં ખરાબ આર્થિક સ્થિતિને પરિણામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. લોકો પાસે ખાવાના પૈસા જ નથી. એપ્રિલમાં ત્યાં મોંઘવારી 13 લાખ ટકા સુધી પહોંચી ગઈ છે. હવે સ્થિતિ એવી આવી શકે કે, લોકોને જમવાનો સામાન લેવા પૈસા બોરીમાં લઈને જવું પડે. પાકિસ્તાને IMF પાસેથી 6,000 અબજ ડોલરની લોન લીધી છે. જેની શરતો હેઠળ પાકિસ્તાનને ટેક્સ મહેસૂલ વધારવા સહિત ઘણી શરતો માનવી પડી છે.

વિકાસ દર ગબડીને 3.3 ટકા પહોંચ્યો
ઈમરાન ખાનની સરકારે બડેટ પહેલા આર્થિક સર્વે હાથ ધર્યો હતો, જેમાં દેશની સંપૂર્ણ આર્થિક તસવીર સામે આવી છે. પાકિસ્તાનનો આર્થિક વૃદ્ધિ દર ગબડીને 3.3 સુધી પહોંચી ગયો છે જે છેલ્લા 9 વર્ષોમાં સૌથી નીચો છે. આ વાર્ષિક લક્ષ્ય 6.2 ટકાનો 50 ટકા છે. કેમ કે, કૃષિ અને ઉદ્યોગમાં વિકાસ નકારાત્મક રહ્યો છે. આવનાર નાણઆકીય વર્ષમાં પણ મુશ્કેલી ઓછી થવાના એંધાણો નથી. એક વર્ષ પહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 315 અબજ ડોલર હતી જે ઘટીને 280 ડોલર પર પહોંચી ગઈ છે.

વ્યક્તિ દીઠ આવક ઘટી
વ્યક્તિદીઠ આવક પણ પ્રતિ વર્ષ 1,652 ડોલરથી ઘટીને 1,497.3 ડોલર પર આવી ગઈ છે. આર્થિક સર્વે અનુસાર, પાકિસ્તાનમાં વિષમતાની ખાઈ વધુ ઊંડી થતી જાય છે. પાકિસ્તાનના આર્થિક સલાહકારે જણાવ્યું કે, પાકિસ્તાન લગભગ 100 અબજ ડોલરના વિદેશી દેવા પરત કરવાની સ્થિતિમાં નથી.
દુનિયામાં સૌથી નબળો પાકિસ્તાની રૂપિયો
પાકિસ્તાની રૂપિયો અમેરિકન ડોલર સામે આજ સુધીના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. એક અમેરિકન ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયો 152ના સ્તરે પહોંચી ગયો છે.

પાકિસ્તાનમાં મોંઘવારી 10 ટકાએ પહોંચી
રોજેરોજ ડોલરની સરખામણીએ નબળા પડતા પાકિસ્તાની રૂપિયાને પરિણામે માર્ચમા પાકિતસ્તાનમાં મોંઘવારી દર પાછલા 5 વર્ષના ટોચના સ્તરે 9.41 ટકા પર પહોંચી ગઈ હતી. એપ્રિલમાં તે 8.8 ટકા નોંધાઈ છે.
ખાણી-પીણીની ચીજો મોંઘી થઈ
પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિની અસર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં દૂધના ભાવ 180 રૂપિયે લીટર થઈ ગયા છે. તેમ જ, સફરજન 400 રૂપિયે કિલો, સંતરા 360 રૂપિયા અને કેળા 150 રૂપિયે ડઝન વેચાય છે. પાકિસ્તાનમાં મટન 1100 રૂપિયા કિલો થઈ ગયું છે. માર્ચની સરખામણીએ ડુંગળી 40 ટકા, ટમેટા 19 ટકા અને મગની દાળ 13 ટકા વધુ ભાવે વેચાય છે. તો ખાંડ, ગોળ,માછલી, મસાલા, ઘી, ચોખા, લોટ, ચા, ઘઉંના ભાવ 10 ટકા વધ્યા છે.

Read Also

Related posts

અમરાઈવાડીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી કર્યોપ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

pratik shah

આંધ્રપ્રદેશમાં પત્રકારનું ગળુ દબાવીને કરી હત્યા, પહેલા પણ થયો હતો હુમલો

Kaushik Bavishi

આતંકી હુમલાની ગુપ્ત માહિતી પર જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!