GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પાકિસ્તાને અભિનંદન પર કસ્ટડીમાં ગુજાર્યો હતો અત્યાચાર, જાણશો તો ચોંકી જશો

pakistan torture abhinandan

પાકિસ્તાને ભલે ભારતીય પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરી દીધા હોય પણ તેઓ જ્યારે પાકની કસ્ટડીમાં હતા ત્યારે તે્મના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. પાકિસ્તાન ભલે અત્યારે શાંતિના કબૂતરો ઉડાડવાનો દાવો કરતુ હોય પણ અભિનંદનને કસ્ટડીમાં લીધા બાદ તેઓ ઈજાગ્રસ્ત હોવા છતાં કલાકો સુધી તેમની સારવાર કરવામાં આવી નહોતી. તેમને મારવામાં આવ્યા હતા. તેમને સુવા દેવામાં આવતા નહોતા અ્ને કલાકો સુધી ઉભા રાખવામાં આવ્યા હતા.

Abhinandan will remain

જોરશોરથી તેમના રુમમાં મ્યુઝિક વગાડાતું હતું

અભિનંદન સાથે વાત કરનાર એક અધિકારીના કહેવા પ્રમાણે અભિનંદનને માનસિક રીતે તોડી નાંખવા માટે જોરશોરથી તેમના રુમમાં મ્યુઝિક વગાડાતું હતું. પાકિસ્તાનીઓ તેમની પાસેથી જાણવા માંગતા હતા કે વાયુસેનાના પાયલોટ મેસેજ મુકવા માટે કઈ રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ કરે છે. લડાકુ વિમાનોની તૈનાતી કેવી રીતે થાય છે અને લોજિસ્ટિક સપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે.

એરફોર્સને રેડિયો ફ્રિકવન્સી અને બીજા કોડવર્ડ બદલવા માટે સમય મળશે

અધિકારીએ કહ્યું હતું કે તમામ ભારતીય ફાઈટર પાયલોટને તાલીમ દરમિયાન શિખવાડવામાં આવે છે કે બને ત્યાં સુધી દુશ્મનને માહિતી આપવાનુ ટાળો. જેથી એરફોર્સને રેડિયો ફ્રિકવન્સી અને બીજા કોડવર્ડ બદલવા માટે સમય મળશે. અભિનંદનને આવુ જ કર્યુ હતું. એવી પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે તેમનું માથુ પાણીમાં ડુબાડી રાખવામાં આવતું હતું અને તેમને માર પણ મારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની વિમાનોને ભગાડતી વખતે અભિનંદનનુ મિગ-21 પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં ક્રેશ થઈ જવાના કારણે તેઓ સ્થાનિક લોકોના હાથે પકડાઈ ગયા હતા.

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!