GSTV
Home » News » પાકિસ્તાની મંત્રીએ પત્રકારને મારી થપ્પડ, બચાવમાં બોલ્યા: તેણે મને ‘ભારતીય જાસૂસ’ કહ્યો

પાકિસ્તાની મંત્રીએ પત્રકારને મારી થપ્પડ, બચાવમાં બોલ્યા: તેણે મને ‘ભારતીય જાસૂસ’ કહ્યો

પાકિસ્તાનના એક જાણીતા ટીવી પત્રકારે સોમવારે કહ્યું છે કે, તેણે વિજ્ઞાન અને પ્રૌધ્યોગિક મંત્રી ફવાદ ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ પત્રકારે જણાવ્યું છે કે, મંત્રીએ તેની સાથે મારપીટ કરી છે. જ્યારે આરોપી મંત્રી ફવાદ ચૌધરીએ તેને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ પત્રકારનું નામ સમી ઇબ્રાહિમ છે, જે એક ન્યૂઝ ચેનલમાં કામ કરે છે. ઇબ્રાહિમે જણાવ્યું કે, ચોધરીએ બુધવારે ફૈસલાબાદમાં એક લગ્ન સમારંભમાં તેની સાથે મારપીટ કરી. ઇબ્રાહિમે લેખિત ફરિયાદમાં કહ્યું છે કે, ‘મને થપ્પડ મારી, ખરાબ શબ્દો કહ્યા અને ગંભીર પરિણામ ભોગવવાં પડશે એવી ધમકી પણ આપી.’ તો ફૈસલાબાદની પોલીસે પણ આ ફરિયાદ નોંધાવાની વાત સ્વિકારી છે.

ચૌધરી ઇમરાન ખાન સરકારના પૂર્વ સૂચના મંત્રી રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, ઇબ્રાહિમે તેમની સાથે ખરાબ વર્તન કર્યું અને તેમને ‘ભારતીય જાસૂસ’ કહ્યા. આવું થવું જોઇતું નહોંતુ, પરંતુ દુર્ભાગ્યથી થઈ ગયું. તે મારી પાસે આવ્યો અને ખરાબ વર્તન કરવા લાગ્યો, એટલે આવું થયું.

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનમાં પત્રકારો જરા પણ સુરક્ષિત નથી ગણાતા. ત્યાં વારંવાર સરકાર કે સેના તેમના વિરૂદ્ધ બોલે છે, તેમને જેલમાં પૂરી તેમની સાથે મારપીટ કરે છે અને તેમને મારી નાખવાની ઘટનાઓ પણ બહાર આવે છે. ચૌધરી ફેબ્રુઆરીમાં જ વિજ્ઞાન અને પ્રૌધ્યોગિક મંત્રી બન્યા છે.

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!