GSTV
Home » News » ધોનીએ ગ્લવ્ઝ પહેરતા પાકિસ્તાનના મંત્રીને મીર્ચી લાગી ગઈ કહ્યું, ‘ક્રિકેટ રમવા માટે ગયા છે નહીં કે મહાભારત’

ધોનીએ ગ્લવ્ઝ પહેરતા પાકિસ્તાનના મંત્રીને મીર્ચી લાગી ગઈ કહ્યું, ‘ક્રિકેટ રમવા માટે ગયા છે નહીં કે મહાભારત’

પાકિસ્તાન સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રી ચૌધરી ફવાદ હુસૈને એમએસ ધોનીના વિકેટ કિપિંગ દરમ્યાન પહેરેલા ગ્લવ્ઝ પર બલિદાન ચિન્હ લગાવતા મીર્ચી લાગી ગઈ છે. પાકિસ્તાનના મંત્રીએ કહ્યું છે કે, ધોની ઈંગ્લેન્ડ ક્રિકેટ રમવા માટે ગયા છે નહીં કે મહાભારત કરવા માટે. પાકિસ્તાનના આ મંત્રીએ ટ્વીટ કરીને આ વાત લખી હતી. વધુમાં તેણે કહ્યું કે, ભારતીય મીડિયા પર જંગનો એટલો ખૂમાર ચઢેલો છે કે, તેમને સીરિયા, અફઘાનિસ્તાન અને રંવાડામાં લડવા માટે મોકલી દેવા જોઈએ.

શું છે સમગ્ર ઘટના ?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી વિશ્વકપમાં વિજયી પ્રારંભ કર્યો. આ સાથે જ મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સના કારણે હવે આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચેનો વિવાદ પણ સપાટી પર આવી ગયો છે. આઈસીસીએ મહેન્દ્ર સિંહ ધોનીએ પહેરેલા ગ્લવ્ઝ હટાવવાની માગ કરી છે. હવે ભારતીય લોકોનું કહેવું છે કે, જો પાકિસ્તાનની ટીમ મેચ પહેલા મેદાનમાં નમાઝ પઢી શકે તો ગ્લવ્ઝમાં શું ભૂલ છે ? ક્રિકેટ રસિકો હવે આઈસીસીની વાતને માનવા માટે તૈયાર નથી અને હવે વાત સેનાના સન્માન સાથે જોડાઈ ચૂકી છે.

મહેન્દ્રસિંહ ધોની પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટિનેટન્ટ છે. કપિલ દેવ બાદ ધોની પાસે જ આ પદ છે. અધિકારીક રીતે ધોની આ ગ્લવ્ઝનો ઉપયોગ કરી શકે છે. જેથી ધોનીએ પોતાના ગ્લવ્ઝને બલિદાન મેડલનું નિશાન આપ્યું. જ્યારે ધોનીના ફેન્સને આ વાતનો ખ્યાલ આવ્યો તો ધોનીની તારીફો થવા લાગી. પણ ઈન્ટરનેશનલ કાઉન્સિલને આ વાત પચી નહીં.

આઈસીસીએ બીસીસીઆઈને લખ્યું કે ધોની આ પ્રકારના ગ્લવ્ઝનો ક્રિકેટના મેદાનમાં ઉપયોગ ન કરે. જેના પરિણામે ક્રિકેટ જગત અને સોશિયલ મીડિયા પર હવે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પાકિસ્તાની ટીમની તસવીર શેર કરી રહ્યા છે. જેમાં ટીમ ક્રિકેટના મેદાનમાં નમાઝ પઢતી જોવા મળી રહી છે.

લોકો સવાલ કરી રહ્યા છે કે પૂરી ટીમ મેદાન પર ધાર્મિક ભાવનાઓ પ્રગટ કરી શકે છે તો ગ્લવ્ઝ લગાવવામાં શું ભૂલ છે. જ્યારે ધોની ખૂદ લેફ્ટિનેટ કર્નલ છે. આ પહેલા અફઘાનિસ્તાનની ટીમની નમાઝ પઢતી તસવીર સામે આવી હતી ત્યારે ખૂબ વિવાદ થયો હતો. એ સમયે ઈંન્ઝમામ ઉલ હક અફઘાનિસ્તાનની ટીમના કોચ હતા.

નમાઝની વાતને ન માત્ર ફેન્સ પણ મોટી હસ્તીઓ પણ સવાલ ઉઠાવી રહી છે. પાકિસ્તાનના જ તારિક ફતેહે આ અંગે આપત્તિ દર્શાવી છે. ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન બાઈચૂંગ ભૂટિયાએ પણ કહ્યું છે કે, ધોની આ પ્રકારના ગ્લવ્ઝનો ઉપયોગ કરે તેમાં કોઈ ભૂલ નથી. પણ જો આઈસીસીનો નિયમ છે તો એ પણ જોવું રહ્યું.

ભારતીય ઓલ્મિયન સુશીલ કુમારનું કહેવું છે કે, જ્યાર સુધી કોઈએ ફરિયાદ નહીં કરી હોય ત્યાર સુધી આ ઘટના સામે આવી નહીં હોય. પાકિસ્તાનના મંત્રીઓ પણ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે. કોઈને કોઈ પરેશાની ન થવી જોઈએ પણ નિયમો પણ જોવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે આઈસીસીનો નિયમ કહે છે કે, કોઈ પણ ખેલાડી પોતાના ડ્રેસ પર એવી વસ્તુનો ઉપયોગ નથી કરી શકતો, જેમાં કોઈ ધાર્મિક કે રાજનીતિક સંદેશો ફેલાય. અથવા તો કોઈની ધાર્મિક લાગણી દુભાઈ જાય. પણ સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ધોનીના આર્મી બેઝથી કોને તકલીફ થઈ શકે ?

READ ALSO

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!