GSTV
Home » News » પાકિસ્તાની મીડિયાના પેટમાં તેલ રેડાયુ, જાણો કેમ

પાકિસ્તાની મીડિયાના પેટમાં તેલ રેડાયુ, જાણો કેમ

પાકિસ્તાના ઉર્દૂ મીડિયામાં છેલ્લા દિવસોમાં ભારતની ખૂબ ચર્ચા થઈ. એનું કારણ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સરંક્ષણ કરાર છે. પાકિસ્તાનને જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફટકાર મળી રહી છે, જ્યારે ભારત અને અમેરિકા સતત એકબીજાની નજીક આવી રહ્યાં છે. એવામાં પાકિસ્તાનના ઉર્દૂ મીડિયાના પેટમાં દુખાવો થવો સ્વાભાવિક છે.

પાકિસ્તાનના કેટલાક ઉર્દૂ અખબારો પર નજર કરીએ :

રોજનામા ‘જસારત’ એ તંત્રીનું શીર્ષક ‘ભારત પર અમેરિકી મહેરબાનિયાં.’ અખબાર લખે છે કે, અમેરિકા ભારતને વિશ્વશક્તિ બનાવવામાં મદદ કરી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે સરંક્ષણ કરાર અને સહયોગ ચીનને કાબૂમાં રાખવા માટે છે અને એને જલદી રોકવામાં નહીં આવે તો હાલત ગંભીર બનશે.

‘જંગ’ અખબાર લખે છે કે, અમેરિકી પ્રતિનિધિમંડળના દિલ્હી પ્રવાસ પહેલાં ઈસ્લામાબાદમાં પાકિસ્તાન સૈન્ય અને અસૈન્ય નેતૃત્વની મુલાકાત લીધી. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના તનાવને દૂર કરવાની કોશિશ કહેવાઈ. પરંતુ આ પહેલાં ટ્રમ્પના ટ્વીટ અને દિલ્હીથી આવતા ભારત-અમેરિકા વચ્ચે નિવેદનોને નજરઅંદાજ કરી શકાય નહીં. હવે પાકિસ્તાને એવી કુટનીતિક સક્રિયતાની જરુરત છે કે વિશ્વશાંતિ માટે પાકિસ્તાને આપેલી કુરબાની અને વિભિન્ન વિષયો પર ઈસ્લામબાદના વલણને દુનિયા સમક્ષ રજૂ કરવું પડશે.

‘નવા એ વક્ત’ લખે છે કે, ભારતે પારંપરિક અને ગેર-પારંપરિક હથિયારનો ભંડાર ભરી દીધો છે અને અમેરિકા તરફથી પીઠ થપથપાવવાનું પરિણામ છે કે ભારત હવે ચીનને આંખ દેખાડી રહ્યું છે. ભારતે જ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ગેરસમજ પેદા કરી છે અને ભારત ખુદ અમેરિકાની નજીક જઈ રહ્યું છે. ‘નવા એ વક્ત’એ પણ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને દક્ષિણ એશિયામાં સંતુલન માટે ખતરનાક ગણાવ્યું છે. આ અખબારે તંત્રી લેખની છેલ્લી લાઈનમાં લખી દીધું કે, અમેરિકા ભારતને એની ઔકાતમાં રહેવા દે એ જ ઠીક રહેશે.

Related posts

આજે નફ્ફટ પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થશે, ચીન ચંચૂપાત કરવાની પૂરી તૈયારીમાં

Mayur

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

Arohi

મેક્સિકોએ એક મહિલા સહિત 311 ભારતીયોને સ્વદેશ પરત મોકલી દીધા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!