GSTV
India News ટોપ સ્ટોરી

કલમ 370 હટાવવા પર ભડક્યા પાકિસ્તાની નેતા, ભારતની સામે OICમાં ઉઠાવશે અવાજ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે. ભારત સરકારના મોટા પગલાથી અકળાયેલા પાકિસ્તાને તમામ સંભવિત વિકલ્પોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છિનવીને ગેરકાયદેસર પગલુંભર્યું છે.

  • કલમ-૩૭૦ હટાવાતા પાકિસ્તાનમાં હડકંપ
  • કાશ્મીરના કરંટથી આતંકીસ્તાનને આંચકો
  • પાકિસ્તાનને ઉપડ્યો પેટનો દુઃખાવો

ભારત સરકારે ઐતિહાસીક નિર્ણય કરતા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવતા પાકિસ્તાન ગિન્નાયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કાશ્મીર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનો રાગ આલાપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ પોતાના ઉકળાટ ઠાલવતા કહ્યું છે કે કાશ્મીરમાંથી કલમ-370 હટાવીને ભારતે ખતરનાક ખેલ ખેલ્યો છે. તેનાથી સમગ્ર વિસ્તાર પર ઘાતક અસર થશે.  પાકિસ્તાને કહ્યું કે ઇમરાન ખાન સમગ્ર મુદ્દાનું સમાધાન લાવવા ઇચ્છતા હતા પરંતુ ભારતે પોતાના નિર્ણયથી આ મુદ્દાને વધુ જટિલ બનાવી દીધો છે. કાશ્મીરીયોની કેદ પહેલા કરતા વધી ગઇ છે. અમે આ અંગે સંયુક્ત રાષ્ટ્રને જણાવી દીધું છે. ઉપરાંત ઇસ્લામીક દેશોને પણ જાણ કરી દીધી છે.

કલમ -370 હટાવ્યા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડીને હૈયાવરાળ ઠાલવી.. પાક.ના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકારે એક તરફી નિર્ણય લીધો છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં પાકિસ્તાન એક કથિત પક્ષકાર તરીકે ભારતના આ પગલાને ખતમ કરવા માટે તમામ સંભવિત ઉપાયો અજમાવશે. કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદ છે. ભારતનું કોઇ પણ પગલું કાશ્મીરના વિવાદિત સ્ટેટ્સને બદલી નહીં શકે.. આ નિર્ણય પાકિસ્તાન અને કાશ્મીરના લોકોને ક્યારેય મંજૂર નહી હોય. પાકિસ્તાન કાશ્મીરીઓનું સમર્થન ચાલુ રાખશે.  તમામ મુસ્લિમો મળીને કાશ્મીરીઓની સલામતી માટે દુઆ કરે. પાકિસ્તાન સંપૂર્ણપણે કાશ્મીરના લોકોની સાથે છે.

આ દરમિયાન પાડાશી દેશે ભારતના પગલા પર ચર્ચા કરવા માટે પાકિસ્તાની સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું.. જ્યારે કે ઇમરાન ખાને સંસદીય સમિતિની બેઠક બોલાવી હતી.  જો કે જમ્મુ-કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયથી પાકિસ્તાની શેરબજારને પણ આંચકો લાગ્યો હતો. પાકિસ્તાની માર્કેટમાં મોટું ગાબડું નોંધાયુ હતુ. શરૂઆતના તબક્કામાં પાકિસ્તાની શેરબજારના પ્રમુખ ઇન્ડેક્સ KSE-100માં આશરે 600 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. જો કે દિવસના અંતે કરાચી સ્ટોક એક્સચેન્જમાં 485 પોઇન્ટના ઘટાડા પર બંધ આવ્યું હતુ.

READ ALSO

Related posts

નીતીશ કુમારને પોતાના જ લોકોએ ઘેર્યા, પુલ તૂટી પડવાને લઈને JDUના ધારાસભ્યએ કહ્યું- અધિકારીઓની છે મિલીભગત

Vushank Shukla

આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક

Vushank Shukla

wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર

HARSHAD PATEL
GSTV