GSTV

પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી, ભારતના ડરથી બાજવાના ટાંટિયા ઘ્રૂજતા હતા

પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાનની પોલ-ખોલ અભિયાન ચાલી રહ્યું હોય એમ લાગે છે. ભારતે પાકિસ્તાની આતંકી કેમ્પો પર ફેબુ્રઆરી 2019માં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. વાયુસેનાના વિમાનોએ બોમ્બ દ્વારા આતંકી કેમ્પો ઉડાવ્યા હતા. એ વખતે ભારતનું વિમાન તૂટી પડતાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનમાં કેદ થયા હતા. એ વખતે પાકિસ્તાન ભારતથી ડરતું હતું એવો ખુલાસો પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે સંસદમાં કર્યો હતો. સરદાર અયાઝ સાદિક પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ-લીગના મહત્ત્વપૂર્ણ નેતા છે. સંસદમાં તેમણે કહ્યું હતું કે કાશ્મીર અને અભિનંદન મુદ્દે અમે ઈમરાન સરકાર સાથે જ ઉભા હતા.

ઈમરાન સરકારમાં કાર્યવાહી કરવાની ત્રેવડ ન હતી

પરંતુ ઈમરાન સરકારમાં જ કાર્યવાહી કરવાની ત્રેવડ ન હતી. એ દિવસની સ્થિતિ વર્ણવતા તેમણે કહ્યું હતું કે ભારતીય વાયુસેનાના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનને પકડી લીધા પછી પાકિસ્તાનના ટોચના નેતાઓની મીટિંગ મળી હતી. એ મીટિંગમાં પાકિસ્તાની સૈન્યના વડા જનરલ બાજવા હાજર હતા અને તેમના ટાંટિયા રીતસર ધૂ્રજતા હતા.

મીટિંગમાં પાકિસ્તાની વિદેશ મંત્રી આવ્યા હતા

સાદિકે ઉમેર્યું હતું કે ‘મીટિંગમાં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી આવ્યા હતા. આવીને તેમણે કહ્યું કે ગમે તેમ કરીને અભિનંદનને નવ વાગ્યા પહેલા ભારતને સોંપી દો. બાકી ભારત હુમલો કરી દેશે.’ સાદિકના વિધાનથી સાબિત થાય છે કે બયાનબાજી વખતે ગમે તે ધમકી આપતા પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી.

પુલવામાં એટેક પછી ભારતે કર્યો હતો એર-એટેક

પુલવામા એટેક પછી પાકિસ્તાનને પાઠ ભણાવવા ભારતે એર-એટેક કર્યો હતો. ભારતે કારગીલ પછી પાકિસ્તાની આતંકીઓ વિરૂદ્ધ કરેલી એ મોટી કાર્યવાહી હતી. એ પ્રહારના હિરો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાની વાયુસેનાનું ફાઈટર વિમાન એફ-16 તોડી પાડયું હતું.

પાકિસ્તાને મોડું કર્યું હોત તો અમારા વિમાનો તૈયાર જ હતા

સર્જીકલ સ્ટ્રાઈક વખતે વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ (રિટાયર્ડ) બી.એસ. ધનોઆ હતા. પાકિસ્તાનના એકરાર પછી તેમણે કહ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદનને છોડવા સિવાય પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પ ન હતો. કેમ કે જો એ છોડવામાં મોડુ કરત તો તેના કેટલાય વાયુસેના મથકો અને પુલો ઉડાવી દેવા ભારતીય વાયુસેનાના વિમાનો તૈયાર હતા.

બી.એસ. ધનોઆએ આપ્યું હતું આ વચન

બી.એસ.ધનોઆએ કહ્યું હતું કે મેં અભિનંદનના પિતાને વચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં તમારો દીકરો પાછો આવશે જ. ધનોઆ અને અભિનંદનના પિતા એર માર્શલ શિમાકુટ્ટી વર્ધમાને એરફોર્સમાં સાથે કામ કર્યું હતું. તેમની દોસ્તી બહુ જૂની છે. ધનોઆએ કહ્યું હતું કે પાકિસ્તાન બરાબર સમજી ગયું હતું કે ભારતીય એરફોર્સ અત્યંત ગુસ્સામાં છે, એટલે તેમની પાસે શરણાગતી સિવાય વિકલ્પ જ ન હતો.

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!