GSTV

નફ્ફટ આતંકીઓએ પેટ્રોલિંગના વિસ્તારમાં સુરંગ બિછાવતા, માઈન વિસ્ફોટના કારણે જવાન શહીદ

Last Updated on October 16, 2019 by Mayur

પાકિસ્તાને ફરી સરહદે ભારે ગોળીબાર કર્યો હતો, ગ્રામીણ વિસ્તારોમાં કરેલા આ ગોળીબારમાં એક 24 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.વિકાસ અિધકારી રાહુલ યાદવે જણાવ્યું હતું કે પૂંચ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા ભારેથી અતી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં અહીંના શાહપુર સેક્ટરમાં શમીમા અખતર નામની એક યુવતીને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું.

કુપવાડાના નોવગામમાં માઈન બ્લાસ્ટ

જ્યારે બીજી તરફ કુપવાડાના નોવગામમાં એક માઇન બ્લાસ્ટ થયો હતો જેમાં ઘવાયેલા જવાનનું મોત નિપજ્યું હતું. સોમવારે રાત્રે જવાન નોવગામ વિસ્તારમાં પેટ્રોલિંગ પર નિકળ્યો હતો, જેમાં આતંકીઓ દ્વારા અહીં બિછાવવામાં આવેલ માઇન બ્લાસ્ટ થતા જવાન ઘવાયો હતો અને બાદમાં મોત નિપજ્યું હતું. જે વિસ્તારમાં આ માઇન બ્લાસ્ટ થયો ત્યાં હાલ સઘન તપાસ ચાલી રહી છે અને વધુ કોઇ માઇન છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

ભારતનો જડબાતોડ જવાબ

સરહદે હાલ પાકિસ્તાન દ્વારા જે ગોળીબાર કરવામાં આવ્યો હતો તેનો પણ આક્રામક રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે. જોકે જે યુવતી આ ગોળીબારમાં મારી ગઇ હતી તેને લઇને સૃથાનિકોમાં પાકિસ્તાન પ્રત્યે ગુસ્સો જોવા મળ્યો હતો. એક અિધકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસમાં એલઓસી પર ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા છે. આ પહેલા બે જવાનો શસ્ત્ર વિરામ ભંગના બે જુદા જુદા બનાવમાં શહીદ થયા હતા.

24 વર્ષીય યુવતીનું મોત

બારામુલ્લા અને રાજોરીમાં પાકિસ્તાન દ્વારા થયેલા આ ગોળીબારમાં બે જવાન શહીદ થયા હતા જ્યારે હવે ચોથા દિવસે પાકિસ્તાને કરેલા ગોળીબારમાં એક 24 વર્ષીય યુવતીનું પણ મોત નિપજ્યું છે. તો કુપવાડાના નોવગામમાં થયેલા માઇન વિસ્ફોટમાં એક જવાન શહીદ થઇ ગયો છે. બીજી તરફ કાશ્મીરમાં આતંકીઓ સક્રિય થઇ ગયા છે. આ પરિસિૃથતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના ગેંડરબાલમાં મોટા પાયે આતંકીઓની શોધખોળ હાથ ધરવામા આવી હતી.

બે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા

અહીંથી સૈન્ય અને પોલીસે બે આતંકીઓને ઝડપી લીધા છે. જે આતંકીઓ ઝડપાયા છે તેઓ પાકિસ્તાનના છે અને બન્નેના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. આ આતંકીઓના નામ ચાંદી ખટાના અને વાજિદ અલી ખટાના છે. અન્ય આતંકીઓની શોધખોળ જારી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

ચમયચક્ર બદલાયું / એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું, અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!