GSTV
Home » News » Pakના ફેમસ એક્ટરની પત્નીનો આરોપ: હું ગર્ભવતી હતી ત્યારે મને જમીન પર ધસડીને લાતો મારી

Pakના ફેમસ એક્ટરની પત્નીનો આરોપ: હું ગર્ભવતી હતી ત્યારે મને જમીન પર ધસડીને લાતો મારી

પાકિસ્તાનના જાણીતા એક્ટર-સિંગર અને મોડેલ મોહસિન હૈદર પર તેની પત્નીએ ખૂબજ ગંભીર આરોપ મૂક્યા છે. સોશિયલ મીડ્યામાં એક લાંબી પોસ્ટ મૂકી છે જેમાં તેની પત્ની ફાતિમા સોહેલે તેની આપવીતી લખી છે. તેણે તેના પતિ દ્વારા કરવામાં આવતી ઘરેલું હિંસા વિશે લખ્યું છે. ફાતિમાએ જણાવ્યું છે કે, તેનો પતિ તે ગર્ભવતી હતી ત્યારે પણ મારતો હતો.

પતિને દગો કરતો પકડ્યો રંગે હાથ
ફાતિમાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, દમન સહન કરવું એ પણ ગુનો જ છે. આગળ જણાવતાં ફાતિમાએ જણાવ્યું કે, 26 નવેમ્બર, 2018ના રોજ તેણે તેના પતિને દગો આપતો રંગેહાથ પકડ્યો હતો. જોકે તે સમયે તેણે શરમિંદગી અનુભવવાની જગ્યાએ તેને મારવાનું શરૂ કરી દીધું. તે સમયે ફાતિમા ગર્ભવતી હતી.

ક્રૂરતા પૂર્વક ધસડી-ધસડીને મારી પતિએ
અભિનેતાની પત્નીના જણાવ્યા અનુસાર, તેણે તેના વાળ ખેંચ્યા અને જમીન પર ધસડી. ત્યારબાદ લાતો મારવાની શરૂ કરી દીધી. ત્યારબાદ ઊભી કરી મોં પર મુક્કા માર્યા અને છેલ્લે દીવાલ તરફ ધક્કો મારી ત્યાંથી નીકળી ગયો. પતિએ તેને ખૂબ ક્રૂરતાથી મારી હતી.

હું આઘાતમાં હતી, પરંતુ મેં મારા પરિવારને કઈંજ ન જણાવ્યું
વધુમાં ફાતિમા જણાવે છે કે, આમ માર ખાધા બાદ તે આઘાતમાં હતી. તે સમયે તેણે પરિવારના કોઇ સભ્યને કઈં જ ન જણાવ્યું. એક મિત્રને બોલાવ્યો અને તેની સાથે હોસ્પિટલમાં ગઈ.

ડૉક્ટરોએ ઇલાજ કરવાની ના પાડી દીધી હતી
પોતાની આપવીતી જણાવતાં ફાતિમાએ જણાવ્યું કે, ડૉક્ટરોએ ઇલાજ કરવાની ના પાડી દીધી હતી, કારણકે પહેલી નજરમાં તે એક પોલીસ કેસ લાગી રહ્યો હતો, જોકે ત્યારબાદ ફાતિમાના નિવેદન બાદ તેમણે ઇલાજ શરૂ કર્યો. તેમણે પોલીસમાં કેસ દાખલ કરવાનું કહ્યું પરંતુ, ફારિમાએ થોડીવાર વિચાર્યા બાદ કેસ ન કરવાનું વિચાર્યું. કારણકે તેને લાગતું હતું કે, આ યોગ્ય સમય નથી.

મારું બાળક સુરક્ષિત હતું: ફાતિમા
ત્યારબાદ મેં અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું જેમાં જાણવા મળ્યું કે, બાળક સુરક્ષિત છે. ત્યારબાદ સમાજના દબાવમાં મારો આત્મવિશ્વાસ નબળો પડી ગયો અને પોલીસ ફરિયાદ ન કરી. એ સમયે મને એમ લાગવા લાગ્યું કે, મારી આ સમસ્યાઓ મારા બાળકના જન્મમાં ક્યાંક સમસ્યાઓ ઊભી ન કરી દે.

બે મહિના પહેલાં ફાતિમાએ આપ્યો દીકરાને જન્મ
ફાતિમાએ જણાવ્યું કે, મારા દીકરાનો જન્મ 19 મેએ થયો છે અને તે ખૂબજ સુંદર છે. જોકે તેની ડિલિવરી માટે સી સેક્શનનો સહારો લેવો પડ્ય઼્ઓ છે અને હું પહેલાં જેટલી સ્વસ્થ્ય નહોંતી.

જ્યારે હું હોસ્પિટલમાં તડપી રહી હતી ત્યારે મારો પતિ ગર્લફ્રેન્ડ સાથે સૂઇ રહ્યો હતો
એક્ટરની પત્નીએ જણાવ્યું કે, “જ્યારે હું લાહોરની હોસ્પિટલમાં તડપી રહી હતી ત્યારે મારો ફેમસ પતિ કરાંચીમાં તેની ગર્લફ્રેન્ડ નજીશ જહાંગીર સાથે સૂઇ રહ્યો હતો. બે દિવસ બાદ માત્ર દેખાડા અને પ્રચાર માટે હોસ્પિટલમાં આવ્યો અને દીકરા સાથે ફોટો પાડી તેને પોસ્ટ કરી દીધો. તેને બાળકની જરા પણ ચિંતા નહોંતી, તે માત્ર પ્રચાર કરી રહ્યો હતો.”

મારા પરિવારે આ બધું ન જણાવવા કહ્યું, પરંતુ હવે સહન નથી થતું
ફાતિમા જણાવે છે, તેના પરિવારે આ બધી બાબતોને સાર્વજનિક ન કરવા માટે તેને બહુ સમજાવી. પરંતુ હવે તે એમ કરી શકે એમ નથી, હવે તેને અન્યાય સામે લડવું પડશે.

હું બાળકને તેને આપવા ગઈ તો ફરીથી મારી
મોહસિન અબ્બાદ હૈદર વિશે તેની પત્નીએ કહ્યું, હું 17 જુલાઇએ બાળકને લઈને તેના ઘરે ગઈ અને પોતાના બાળકની જવાબદારી ઉઠાવવાનું કહ્યું. પરંતુ તેણે તરત જ પત્નીને મારવાનું શરૂ કરી દીધું અને બાળક માટે કઈં પણ કરવાની ના પાડી દીધી અને પત્નીને બહુ ખરાબ રીતે મારી.

છોકરીઓને છે આ અપીલ
ફાતિમાએ લખ્યું, “હવે બહુ થઈ ગયું. હું આ બધુ સોશિયલ મીડિયામાં એટલા માટે જણાવું છું કે, હું બધી જ છોકરીઓને પોતાના વિશે જણાવી શકું. જુઓ શું હાલત થઈ છે મારી. સમાજનું દબાણ છે, પરંતુ એક સીમા બાદ સહન કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. તેના પર લગામ લગાવવી જ જોઇએ.”

હું મારા બાળકને કેવી રીતે બચાવીશ?
ફાતિમાએ આગળ જણાવ્યું છે કે, આ બધું જોતાં મને ખબર નથી કે, હું મારા બાળકને કેવી રીતે બચાવીશ. જોકે હું જાણું છું કે, અલ્લાહ મારી સાથે છે. મેં બહુ ગાળો સાંભણી અને બહુ માર પણ ખાધો. તલાકની બહુ ધમકીઓ પણ સાંભળી. હવે આ બધું બહુ થઈ ગયું. હું અહીં બધા જ પૂરાવા પણ આપી રહી છું.

હું તને હવે કોર્ટમાં ધસડીશ મોહસિન: ફાતિમા
અંતમાં ફાતિમાએ લખ્યું છે, “મોહસિન હવે હું તને કોર્ટમાં મળીશ. સત્ય બહાર આવશે.”

પત્નીના આરોપોનો જવાબ આપશે પાકિસ્તાની એક્ટર
પાકિસ્તાની એક્ટરે તેના પત્નીના આરોપો વિશે કઈંપણ કહેવાની અત્યારે ના પાડી દીધી છે. તેણે કહ્યું છે કે, તે એક પ્રેસ કૉન્ફરન્સ કરી આ બધા જ આરોપોના જવાબ આપશે અને પૂરાવા પણ આપશે.

Related posts

અંગ મચકોડાઇ જાય તો આ રીતે કરો ઇલાજ, જાણો તેના લક્ષણો

Bansari

લગ્નમાં હાજરી આપવા ગૂપચૂપ પાકિસ્તાનના લાહોરમાં પહોંચ્યા શત્રુઘ્ન સિંહા, Video થયો Viral

Arohi

સાયન્સના વિદ્યાર્થી હો અને આ વિષય હોય તો યુઝ કરો આ એપ્લિકેશન, આરામથી ભણતર અને ગણતર બંન્ને મળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!