GSTV
Home » News » પાક ક્રિકેટર હસન અલી અને ભારતની શામિયાના નિકાહ, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘વાહ! શું જોડી છે’

પાક ક્રિકેટર હસન અલી અને ભારતની શામિયાના નિકાહ, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘વાહ! શું જોડી છે’

પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ મંગળવારે હરિયાણાના નૂંહ જિલ્લાની શામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા. બંનેના નિકાહ દુબઇના અટલાંટિસ પામ ઝુમેરા પાર્ક હોટલમાં થયા. બંનેના નિકાહની ખબરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહી છે.

બંનેનો પરિવાર નિકાહની ખુશીઓ મનાવી રહ્યો છે.  બંનેએ તાજેતરમાં જ બેચલર પાર્ટી પણ એન્જોય કરી હતી. હરિયાણાની રહેવાસી શામિયા આરઝૂ મંગળવારે પાકિસ્તાની ક્રિકેટર હસન અલીની બેગમ બની ગઇ છે.

હસન અલી અને શામિયા આરઝૂના નિકાહની ખબરો બંને દેશોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. બંનેના નિકાહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

શામિયા આરઝૂ હરિયાણાના નૂંહા જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે. શામિયા એર એમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. તેના પિતા લિયાકત અલી પૂર્વ પંચાયત અધિકારી છે.

આ તસવીરને જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. આ કરલે તાજેતરમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતુ. જેમાં બંને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

પાકિસ્તાની ક્રિકેટર હસન અલીને લગ્ન માટે પાકિસ્તન ક્રિકેટ બોર્ડે 6 દિવસની રજા આપી હતી. શામિયા આરઝૂ અને હસન અલીના લગ્ન તેમના પરદાદાના પરિવાર દ્વારા થયા છે.

હસન અલી એવા ચોથા ક્રિકેટર છે, જેણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. હસન અલીનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો છે. તેમના પ્રી-વેડિંગના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.

Read Also

Related posts

IND vs NZ: ટીમ ઈન્ડિયાને ફરી મોટો ઝટકો, બીજી ટેસ્ટ મેચમાથી આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

Ankita Trada

દિલ્હી સળગી રહ્યું હતું અને મોદી- શાહ નમસ્તે ટ્રમ્પમાં વ્યસ્ત હતા, એક સમયના સાથીએ કાઢી ઝાટકણી

Mayur

મોદી સામે માતાએ જ માંડ્યો મોરચો, દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!