GSTV

તાલિબાનના ગોડફાધર ગણાતા મુખ્ય પાકિસ્તાની ધર્મગુરુની રાવલપિંડીમાં હત્યા

Last Updated on November 3, 2018 by Arohi

આતંકવાદ ફેલાવતા તાલિબાનના ગોડફાધર ગણાતા મુખ્ય પાકિસ્તાની ધર્મગુરુ મૌલાના સમી-ઉલ-હકની શુક્રવારે રાવલપિંડી ખાતે હત્યા કરી દેવામાં આવી છે. સમી-ઉલ-હક ખૈબર પખ્તૂનખ્વાના અકોરા ખટક શહેરમાં ઈસ્લામી મદરેસા દારુલ ઉલૂમ હક્કાનિયાનો પ્રમુખ હતો અને કટ્ટરપંથી રાજકીય પાર્ટી જમિયત-ઉલેમા-એ-ઈસ્લામી સામીનો અધ્યક્ષ પણ હતો. સમી-ઉલ-હક પર કેટલાક અજાણ્યા હુમલાખારોએ રાવલપિંડી ખાતેના તેના મકાનમાં ચાકુના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી.

તાલિબાનોના ગોડફાધરના પુત્ર હમીદુલ હકે કહ્યુ છે કે અજાણ્યા હુમલાખોરોએ તેના પિતા આરામ કરી રહ્યા હતા. ત્યારે તેની હત્યા કરી હતી. સમી-ઉલ-હકનો ગાર્ડ બજારમાં ગયો હતો. જ્યારે ગાર્ડ પાછો આવ્યો. ત્યારે સમી-ઉલ-હક લોહીથી લથપથ હાલતમાં હતો. જમિયત-ઉલેમા-એ-ઈસ્લામ-સામીના પેશાવર ખાતેના અધ્યક્ષે પણ રાવલપિંડીમાં હુમલામાં હકના મોતની પુષ્ટિ કરી છે અને તેની હત્યાને વખોડી પણ છે. ભારતના મોસ્ટ વોન્ટેડ ગણાતા પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદે સમી ઉલ હકની હત્યાને પાકિસ્તાનને અસ્થિર કરવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યું છે.

પાકિસ્તાનમાં તાલિબાનના ગોડફાધરની હત્યા

રાવલપિંડીમાં મૌલાના સમી-ઉલ-હકની હત્યા

આતંકવાદી હાફિઝ સઈદે હત્યાને વખોડી

પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ષડયંત્રઃ હાફિઝ

Read Also 

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!