GSTV
Home » News » પાકિસ્તાની કેપ્ટન સરફરાઝનું મોટું નિવેદન, ICC ભારત માટે બનાવડાવે છે સરળ પીચ

પાકિસ્તાની કેપ્ટન સરફરાઝનું મોટું નિવેદન, ICC ભારત માટે બનાવડાવે છે સરળ પીચ

12 જૂને થયેલ વર્લ્ડકપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી દીધું. પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં અત્યારસુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી માત્ર એક જ મેચ જીતી છે. પાકિસ્તાન અને શ્રીલંકાની મેચ સમયે વરસાદ પડતાં બંને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન અત્યારે પોઇન્ટ ટેબલમાં આઠમા નંબરે છે. પાકિસ્તાનની આગામી મેચ 16 જૂને ભારત સામે છે પરંતુ જો પાકિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચવા ઇચ્છતું હોય તો, આ મેચ તેને જીતવી જ પડશે, નહીંતર તેની મુશ્કેલીઓ વધી શકે છે.

પાકિસ્તાની કેપ્ટન સરફાર અહમદ ઓસ્ટ્રેલિયા સાથે ટૉન્ટન મેચ પહેલાં લીલી પીચ જોઇ ખૂબજ ચિંતામાં હતા. ક્રિકેટની દુનિયામાં લીલી પીચનો અર્થ છે, એ પીચ બોલરો માટે મદદરૂપ નીવડે છે. પાકિસ્તાની કેપ્ટનને તે ગમ્યું નથી, તેમણે કહ્યું કે, પાકિસ્તાનને જ કેમ ગ્રીન પીચ આપવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ જણાવે છે કે, પાકિસ્તાનને જ હંમેશાં ખરાબ પીચ કેમ આપવામાં આવે છે અને ભારતને હંમેશાં સારી પીચ જ કેમ આપવામાં આવે છે, જે ભારતના બેટ્સમેન્સ અને સ્પિનર બોલરો માટે હંમેશાં ફાયદાકારક નીવડે છે. એશિયન દેશોને હંમેશાં આવી જ પીચ સૂટ કરે છે. પાકિસ્તાનને રમવા માટે મુશ્કેલ પીચ આપવામાં આવે છે. પાકિસ્તાનને હંમેશાં રમવા માટે ટૉન્ટન જેવી પીચ આપવામાં આવે છે, જે ખૂબજ ટફ હોય છે.

ભારત સાથેની મેચ અંગે સરફરાઝે કહ્યું, “ભારત-પાકિસ્તાનની મેચ એક મહત્વની મેચ છે, માટે અમે તેમાં અમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપશું”

ભારત-પાકિસ્તાન વચ્ચે 16 જૂને વર્લ્ડકપની મેચ છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 6 મેચ થયેલી છે, જેમાંની બધી જ મેચ ભારત જીત્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, 16 જૂને કોણ જીતશે.

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!