GSTV
Home » News » Video: આ ખેલાડીએ ચોગ્ગાઓની વણઝાર લગાવી દીધી, 4,4,4,4,4,4,4,4,4,4,4,4

Video: આ ખેલાડીએ ચોગ્ગાઓની વણઝાર લગાવી દીધી, 4,4,4,4,4,4,4,4,4,4,4,4

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં પાકિસ્તાનની ટીમ ટેસ્ટ અને વન ડે સીરીઝ પહેલાં જ હારી ચુકી છે. પાકિસ્તાનની ટીમ શરૂઆતની બે ટી-20 મેચ હારીને આ સીરીઝ પણ હારી ગઇ છે. પરંતુ બંને મેચ ખૂબ જ રોમાંચક રહી. તેમાં પણ બીજી ટી-20 તો ગજબ રહી.

આફ્રિકન ટીમે પહેલાં બેટિંગ કરતાં પાકિસ્તાનને 188 રનનો ટાર્ગેટ આપ્યો. જ્યારે પાકિસ્તાનની બેટિંગ આવી ત્યારે પહેલાં જ પાકિસ્તાનની ટીમે જબરદસ્ત શરૂઆત કરી દીધી. ઇનિંગની પહેલી ત્રણ બોલમાં જ ઓપનર બાબર આઝમે સતત ત્રણ ચોગ્ગા ફટકારી દીધાં. ઇનિંગની બીજી એવરમાં જ બાબરે મોરિસની ત્રણ બોલને ફરીથી બાઉન્ડ્રીની પાર પહોંચાડી દીધાં. તે બાદ પણ રન આવતાં રહ્યાં. 10મી ઓવરમાં બાબરે ફરીથી સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા.

16 ઓવર બાદ જ્યારે સ્કોર 1 વિકેટના નુકસાન પર 147 હતો. તે સમયે પાકિસ્તાન માટે વિજય સરળ લાગી રહ્યો હતો. પરંતુ તે પછીની જ ઓવરમાં બાબર 90 રન બનાવીને આઉટ થઇ ગય. બાબરે આ મેચમાં ચાર હેટ્રિક બાઉન્ડ્રી ફટકારી.

સિક્સર ફટકારવા માટે જાણીતા આફ્રિકન બેટ્સમેન હર્શલ ગિબ્સ સહિત અનેક લોકોએ બાબરની ઇનિંગની પ્રશંસા કરી.

પછી જે થયું તે પાકિસ્તાન માટે એક દુસ્વપ્ન સમાન હતું. અંતિમ ચાર ઓવરમાં 42 રનની જરૂર હતી. પાકિસ્તાને 6 વિકેટ ગુમાવીને ફક્ત 34 રન જ બનાવ્યાં. આ મેચ હારવાની સાથે પાકિસ્તાનની ટીમ આ પ્રવાસની ત્રણેય સીરીઝમાં હારી ગઇ. આ પ્રવાસની અંતિમ મેચ 6 ફેબ્રુઆરીના રોજ સેંચુરિનમાં રમાશે.

Read Also

Related posts

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

Bansari

અમેઠી બેઠક પર રાહુલ ગાંધીનાં ઉમેદવારી પત્રકની તપાસ ટળી, 22 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે

Riyaz Parmar

પ્રિયંકા ચર્તુવેદીના રૂમ સુધી પહોંચી ગયા હતા કોંગ્રેસી નેતાઓ, જાણો અજાણી વાતો

Alpesh karena