GSTV
Home » News » ભારતમાંથી અધધ કમાણી કરતાં પાક કલાકારો થઇ જશે કંગાળ, પ્રતિબંધ મુકાય તો ફાંફા પડી જશે

ભારતમાંથી અધધ કમાણી કરતાં પાક કલાકારો થઇ જશે કંગાળ, પ્રતિબંધ મુકાય તો ફાંફા પડી જશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ ઘમાસાન જારી છે. વિંગ કમાન્ડર અભિનંદનની વાપસીની ખબર આવી રહી છે. આ વચ્ચે બોલીવુડ અને પાકિસ્તાની કલાકારો વચ્ચે પણ તણાવનો માહોલ છે. પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તેવામાં જો ભારતમાં પાકિસ્તાની કલાકારોને જ બૅન કરી દેવામાં આવે તે શું થશે. તેવું કહેવું અતિશયોક્તિ ન ગણાય કે બોલીવુડ દ્વારા નામના મેળવનાર પાકિસ્તાની કલાકારો કંગાળ જ થઇ જશે.

આતિફ અસ્લમ

આતિફ બોલીવુડમાં એક જાણીતો સિંગર બની ચુક્યો છે. તે સલમાન ખાનના ફેવરેટ સિંગર્સમાંથી એક છે. જો કે પુલવામા હુમલા બાદ સલમાન ખાને પોતે જ તેને ફિલ્મ ભારતમાંથી દૂર કરી દીધો. આતિફે હજુ સુધી આ અંગે કોઇ રિએક્શ આપ્યું નથી. તેને પાકિસ્તાન કરતાં વધુ કામ ભારતમાં મળે છે. તેવામાં તે કહેવું ખોટુ ન ગણાય કે જો બોલીવુડે સાથ છોડ્યો તો આતિફ કંગાળ થઇ જશે.

અલી ઝફર

પાકિસ્તાની એક્ટર અને સિંગર અલી ઝફરને પણ બોલીવુડથી ઓળખ મળી છે. તે ઘણી ફિલ્મોમાં અભિનય ઉપરાંત સિંગીંગ પણ કરી ચુક્યો છે. પરંતુ પાકિસ્તાની કલાકાર ભારતમાં બૅન થાય તો અલી ઝફરને કામ મળવામાં મુશ્કેલી થઇ શકે છે.

રાહત ફતેહ અલી ખાન

તેવામાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવે તો સૌથી મોટુ નુકસાન સિંગર રાહત ફતેહ અલી ખાનને થશે. રાહતનું નામ ભારતમાં ઘણુ મોટુ છે. તેની કમાણીનો મોટો હિસ્સો ભારતમાંથી આવે છે. બોલીવુડથી લઇને મ્યુઝીક શૉમાં રાહતને ભારતમાં ઘણી નામના મળી છે.

વીણા મલિક

તાજેતરમાં જ ભારતીય સેના વિરુદ્ધ ઝેર ઓકતી નજરે આવેલી એક્ટ્રેસ વીણા મલિકને ભારતમાં કામ કરીને જ ઓળખ મળી છે. તે ભારતના ટીવી રિયાલીટી શૉ બિગ બૉસની ચોથી સીઝનમાં જોવા મળી હતી. અહીં તે અશ્લીલતાથી જ ચર્ચામાં આવી હતી. તે બોલીવુડમાં પણ કંઇ ખાસ ઉકાળી શકી નથી અને એક ફ્લોપ એક્ટ્રેસ તરીકે તે વધુ જાણીતી છે.

મારવરા હુસૈન

બોલીવુડમાં ફિલ્મ ‘સનમ તેરી કસમ’થી ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ મારવરા હુસૈનને પણ એક્ટ્રેસ તરીકે ઓળખ ભારતે જ અપાવી છે. જો પાકિસ્તાની કલાકાર પર પ્રતિબંધ મુકવામાં આવે તો તેની કરિયર પાકિસ્તાની સિરિયલો સુધી સિમિત થઇ જશે. તેનું ફિલ્મી કરિયર શરૂ થતાં જ પુરુ થઇ જશે.

Read Also

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel