GSTV

પાકિસ્તાની એન્કરે શાહરુખ ખાનને આપી ભારત છોડવાની સલાહ, પાકિસ્તાનીઓએ જ લઇ નાખ્યો ક્લાસ

Last Updated on October 25, 2021 by Vishvesh Dave

પ્રખ્યાત બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનો 23 વર્ષનો પુત્ર આર્યન ખાન હાલમાં ડ્રગ્સના કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. 4 ઓક્ટોબરે NCBએ આર્યન ખાનની અટકાયત કરી હતી. એનસીબી હાલ આ કેસની તપાસ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે તપાસમાં અન્ય ઘણા પ્રખ્યાત લોકોના નામ પણ બહાર આવી શકે છે.

Aryan Khan Reading Religious Books From Jail Library, Say Officials

વકાર ઝકાએ શાહરૂખ ખાનને આપી આ સલાહ

નોંધપાત્ર બાબત એ છે કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આર્યન ખાનના કેસ અંગે ઘણી ચર્ચા છે. દરમિયાન એક પાકિસ્તાની એન્કર વકાર ઝકાએ અભિનેતા શાહરૂખ ખાનને ભારત છોડીને પાકિસ્તાનમાં સ્થાયી થવાની સલાહ આપી છે. વકાર ઝકાએ કહ્યું કે શાહરૂખ ખાને તેના પરિવાર સાથે પાકિસ્તાનમાં સ્થાયી થવું જોઈએ.

વકાર ઝકાની ટ્વીટ

પાકિસ્તાની એન્કર વકાર ઝકાએ ટ્વીટ કર્યું, ‘શાહરુખ ખાન સાહેબ ભારત છોડીને તમારા પરિવાર સાથે પાકિસ્તાન શિફ્ટ થઇ જાઓ. નરેન્દ્ર મોદીની સરકાર તમારા પરિવાર સાથે જે કરી રહી છે તે ખોટું છે. હું શાહરુખ ખાન સાથે ઉભો છું.

પાકિસ્તાની યુઝર્સે વકારને ટ્રોલ કર્યો

વકાર ઝકાના આ ટ્વીટ પર લોકોએ તેને જોરદાર ક્લાસ લીધો. એક પાકિસ્તાની યુઝરે ટ્વિટ કર્યું કે ભાઈ તેને ફાયદો નહીં થાય. અહીં તેને ફિલ્મો નહીં મળે. તમે આપણી ઇન્ડસ્ટ્રીની સ્થિતિ જાણો છો. લોકોએ અહીં સારા કન્ટેન્ટની આશા છોડી દીધી છે.

તે જ સમયે, અન્ય એક પાકિસ્તાની યુઝરે લખ્યું કે હા શાહરૂખ ખાન કૃપા કરીને પાકિસ્તાન આવો અને ટીવીના કેટલાક ઇંતેહાઈ ચાય પાની ડ્રામામાં કામ કરો. મતલબ કંઈપણ. વકાર ઝકા ભાઈ તમારી પાસેથી આવી બકવાસની અપેક્ષા નહોતી.

આ સિવાય યુનિક બ્રિક નામના યુઝરે લખ્યું કે તે માત્ર એટેંશન ગેઇન કરવાનો શોખીન છે. આ ઈમોશનલ ફૂલ છે. વકાર ઝકા આપણને પાગલ બનાવી રહ્યો છે.

ALSO READ

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!