GSTV
Home » News » 38 વર્ષની ઉંમરે મેદાનમાં વાપસી કરશે પાકિસ્તાનનો આ ઑલરાઉન્ડર

38 વર્ષની ઉંમરે મેદાનમાં વાપસી કરશે પાકિસ્તાનનો આ ઑલરાઉન્ડર

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી અબ્દુલ રઝાક 38 વર્ષની ઉંમરે ફરીએકવાર પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરશે. પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ પાંચ વર્ષ પહેલા અને ઘરેલૂ મેચ ત્રણ વર્ષ પહેલા રમનારા રઝાકે ઘરેલૂ પ્રથમ શ્રેણી ટૂર્નામેન્ટ કાયદે આઝમ ટ્રોફીમાં રમવા માટે પાકિસ્તાન ટેલિવિઝન સાથે કરાર કર્યો છે.

રઝાકે પાકિસ્તાન માટે 46 ટેસ્ટ, 265 વન ડે અને 32 ટી-20 આંતરરાષ્ટ્રી મેચ રમી છે. તેનો ટાર્ગેટ આગામી વર્ષે રમાનાર પાકિસ્તાન સુપર લીગના ચોથા સત્રમાં રમવાનું છે.

રઝાકે જણાવ્યું કે ટીવી ચેનલ પર વિશેષજ્ઞ તરીકે જોડાયા બાદ પૂર્વ ટેસ્ટ ખેલાડી મોહમ્મદ વસીમે તેમે ફરીથઈ મેદાન પર ઉતારવાની સલાહ આપી.

તેમણે જણાવ્યું કે મોહમ્મદ વસીમે મને ફરીથી રમવા માટે પ્રેરિત કર્યો છે. મને હજુ પણ ક્રિકેટ સાથે લગાવ છે. મે ફરીથી એકવાર હાથ અજમાવવાનો નિર્ણય લીધો છે. રઝાકે કહ્યું કે મને પીટીવી તરફથી કરારનો પ્રસ્તાવ મળ્યો અને મે તેના માટે પ્રથમ શ્રેણી ક્રિકેટ રમીશ. હું જાણું છું કે હું હવે પાકિસ્તાન માટે નહી રમી શકુ અને તે મારુ લક્ષ્ય પણ નથી. મારુ લક્ષ્ય પીએસએલના એક-બે સત્રમાં રમવાનું છે.

Related posts

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

pratik shah

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ નહીં હોય તો લાગશે દંડ, સરકાર લાગુ કરવાની છે આ નિયમ

Dharika Jansari

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!