GSTV

પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો બીજો એજન્ટ ભારતીય સેનામાંથી ઝડપાયો

પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને સંવેદનશીલ જાણકારી પહોંચાડવાના આરોપમાં બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયર નિશાંતની ધરપકડ બાદ હવે મેરઠ કેન્ટમાંથી એક જવાનને એરેસ્ટ કરવામાં આવ્યો છે. આર્મી ઈન્ટેલિજન્સ દ્વારા સિવિલ તપાસ એજન્સીના ઈનપુટ્સના આધારે જવાનનું સર્વિલાન્સ કરીને બાદમાં તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. શંકાને નક્કર આધાર મળ્યા બાદ સેનાના જવાનને નવમી ઓક્ટોબરે જ ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલો સેનાની સાથે જોડાયેલો હોવાથી જવાનની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

લખનૌ સ્તરના સંરક્ષણ જનસંપર્કના એક અધિકારીએ કહ્યુ છે કે આ મામલામાં જવાનની પૂછપરછ ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ મામલામાં પણ બ્રહ્મોસ જાસૂસી પ્રકરણ સાથે જોડાયેલા હોવાની સક્યતા છે. સંરક્ષણ વિભાગના પીઆરઓએ કહ્યુ છે કે સેનાના ગુપ્તચર વિભાગના અધિકારી આખા મામલાની તપાસ કરી રહ્યા છે. જવાન પર સોશયલ મીડિયા દ્વારા જરૂરી સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે. જણાવવામાં આવે છે કે આ જવાન મેરઠ કેન્ટમાં સિગ્નલ રેજિમેન્ટમાં બે વર્ષથી તેનાત છે. અધિકારીનું કહેવું છે કે જવાનની પૂછપરછ થઈ રહી છે કે શું તેણે સેનાની વેસ્ટર્ન કમાન્ડ સાથે સંબંધિત ગુપ્ત અને મહત્વપૂર્ણ માહિતી સોશયલ મીડિયા દ્વારા પહોંચાડી છે.

સુરક્ષાની દ્રષ્ટિએ મેરઠ કેન્ટ બેહદ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. દિલ્હીની નજીક હોવાને કારણે મેરઠ કેન્ટનું વિશેષ સામરીક મહત્વ છે. જે યૂનિટમમાં આ જવાન તેનાત હતો. તેનું હેડક્વાર્ટર ચંદીગઢમાં છે. સૂત્રોનું કહેવું છે કે આગળની કાર્યવાહી અને તપાસ માટે જવાનને ચંદીગઢ લઈ જવાયો છે. આ જવાન લગભગ દશ વર્ષથી સેનામાં કાર્યરત છે અને તે ઉત્તરાખંડનો મૂળ વતની છે. જો જવાન દ્વારા જાસૂસીના નક્કર પુરાવા મળશે. તો તેનો કોર્ટ માર્શલ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આવા પ્રકારના જાસૂસીના આરોપમાં નાગપુરમાં એક બ્રહ્મોસ એરોસ્પેસ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી.

એન્જિનિયર નિશાંત અગ્રવાલને મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની એટીએસની ટુકડીઓએ સંયુક્ત કાર્યવાહીમાં એરેસ્ટ કર્યો હતો. બાદમાં નિશાંતની લખનૌ ખાતે લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે તે બે ફેસબુક એકાઉન્ટ દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના એજન્ટમાં હતો.

 

 

 

Related posts

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

pratik shah

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah

ચેતજો/ ફેબ્રુઆરી સુધીમાં દેશની અડધોઅડધ વસ્તીને ભરડામાં લઇ લેશે કોરોના: સરકારી પેનલનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!