સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેની તપાસ ચાલી રહી છે અને હજી સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી પરંતુ હવે સુશાંતના જીવન પર આધારિત એક ફિલ્મ બને તેવી અટકળો થઈ રહી છે અને તેમાં સુશાંતનો રોલ પાકિસ્તાનનો એક એક્ટર નિભાવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
અફવા શું છે તે જાણો
તાજેતરમાં જ હસન ખાને સુશાંતના ફોટો સાથે એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેણે લખ્યું છે કે એક પ્રોજેક્ટ મળ્યો છે. જે મારા દિલની ખૂબ જ નજીક છે. ભારતીય વેબ સિરીઝમાં મને સુશાંતસિંહ રાજપૂતનો રોલ કરવાની તક મળી છે.
આ સાથે જ એવા પણ અહેવાલ આવ્યા છે કે સુશાંતના જીવન પર ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ દ્વારા એક ફિલ્મ પ્રોડ્યુસ થઈ શકે છે.
વાસ્તવિકતા કાંઇક અલગ જ છે
જોકે એમેઝોન પ્રાઇમે સ્પષ્ટતા કરી છે કે તેઓ સુશાંતના જીવન પર આધારિત કોઈ ફિલ્મ કે સિરીઝ બનાવવા જઈ રહ્યા નથી. એક અફવા ફેલાઈ હતી કે ઓટીટી પ્લેટફોર્મ પર એમેઝોન પ્રાઇમ સુશાંત અંગે એક ફિલ્મ બનાવી રહ્યું છે અને તેમાં પાકિસ્તાનનો એક્ટર હસન ખાન સદગત સુશાંતનો રોલ કરનારો છે. આખા મામલાની શરૂઆત હસન ખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ત્યારથી થઈ હતી.
Read Also
- પીઠ પર નીકળેલ એક્નેથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ
- હવે લાગી આવ્યું/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનની બતાવી પોતાની ભૂલ : આ ન શીખી શકવાનું છે મોટું દુઃખ, એમ થયું કે અહીં રહી ગયો
- શાહનો હુંકાર,જનસભાને સંબોધતા દાવો કર્યો કે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે
- આ ઓનલાઇન ગેમ હવે નહિ રમી શકો, રાજ્ય સરકારે મુક્યો પ્રતિબંધ
- ઓછા ખર્ચમાં શરૂ કરો LED બલ્બની ફેક્ટરી, થશે ધૂમ કમાણી: પીએમ મોદી પણ કરી ચુક્યા છે આ બિઝનેસ આઇડિયાના વખાણ