GSTV

ઝટકો/ FATFની ‘ગ્રે લિસ્ટ’માં જ રહેશે પાકિસ્તાન, યૂરોપિયન દેશો ભારતના પક્ષમાં એકજૂટ

પાકિસ્તાન

નાણાકીય કટોકટી સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનને FATFનાં ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર નીકળવાની આશા નથી. તેની પાછળનું કારણ યુરોપિયન દેશોનું આકરૂ વલણ છે. કેટલાક યુરોપિયન દેશોએ કડક વલણ અપનાવ્યું છે કે ઇસ્લામાબાદે તેના દ્વારા નિર્ધારિત કરાયેલા એક્શન પ્લાનનાં તમામ મુદ્દાઓને સંપૂર્ણ રીતે અમલ કર્યો નથી. આ માહિતી રવિવારે મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.

ટેરર ફંડિગ અને મની લોન્ડ્રિંગ પર નજર રાખવા માટે FATFની 22 મી ફેબ્રુઆરીએ બેઠક યોજાવાની છે. પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સ (FATF) એ જૂન 2018 માં પાકિસ્તાનને ‘ગ્રે લિસ્ટ’માં મૂક્યું હતું અને ઈસ્લામાબાદને 2019 ના અંત સુધીમાં મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને થતાં ફાઇનાન્સિંગને કાબૂમાં લેવા એક એક્શન પ્લાન લાગુ કરવા જણાવ્યું હતું, પરંતુ પાછળથી આ સમય મર્યાદાને કોવિડ-19 રોગચાળાને કારણે લંબાવવામાં આવી હતી.

પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, FATFનું સંપૂર્ણ સત્ર 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન પેરિસમાં યોજાશે, જેમાં પાકિસ્તાન સહિત ‘ગ્રે લિસ્ટ’માં વિવિધ દેશોના કેસો પર વિચાર કરવામાં આવશે અને બેઠકનાં અંતે નિષ્કર્ષનાં આધારે નિર્ણય લેવામાં આવશે.

પાકિસ્તાન

ભારતમાં વોન્ટેડ આતંકવાદીઓ પર કાર્યવાહી પણ શામેલ છે

ઓક્ટોબર 2020 માં યોજાયેલી છેલ્લી બેઠકમાં, FATFએ તારણ કાઢ્યું હતું કે પાકિસ્તાન તેનાં “ગ્રે લિસ્ટ” માં ફેબ્રુઆરી 2021 સુધી ચાલુ રહેશે, કારણ કે તે વૈશ્વિક મની લોન્ડરિંગ અને ટેરર ફન્ડિગ મોનિટરિંગની 27 જવાબદારીઓમાંથી 6 ને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. તેમના કહેવા મુજબ, તેમાં ભારતનાં બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ – જૈશ-એ-મોહમ્મદનાં વડા મૌલાના મસૂદ અઝહર અને જમાત-ઉદ-દાવાનાં વડા હાફિઝ સઇદ સામે કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાન

પાકિસ્તાનની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કરવામાં આવશે

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક સત્તાવાર સૂત્રએ અખબારને જણાવ્યું હતું કે પાકિસ્તાને છ ભલામણોનું પાલન કર્યું છે અને FATF સચિવાલયને તેની વિગતો પણ સુપરત કરી છે. સૂત્રએ જણાવ્યું કે હવે સભ્યો બેઠક દરમિયાન પાકિસ્તાનનાં પ્રતિસાદનું મૂલ્યાંકન કરશે. સૂત્રોએ જણાવ્યું કે સભ્યોમાં સહમતિથી નિર્ણય લેવામાં આવશે.

ફ્રાન્સ અને અમેરિકા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાની હિમાયત કરી શકે

જો કે ફ્રાન્સ અને અમેરિકા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાની હિમાયત કરી શકે છે તેનું કારણ પાકિસ્તાને ફ્રાન્સમાં થયેલા કાર્ટુન વિવાદ બાદ પોતાનો રાજદુત પણ નિમ્યો નથી તેથી બંને દેશોનાં સંબંધો તંગ બન્યા તો સામે અમેરિકન જર્નાલિસ્ટ પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કરવા અંગે પણ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમેરિકા પણ પાકિસ્તાનને આ વર્ષે ઓછામાં ઓછા જૂન સુધી ‘ગ્રે લિસ્ટ’ માં ચાલુ રાખવાની હિમાયત કરશે.

Read Also

Related posts

બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો

Pravin Makwana

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત ખરાબ થઈ, શ્વાસ લેવામાં તકલીફ થતાં એરલિફ્ટ કરી મુંબઈ લવાયા

Pravin Makwana

કોરોનાનો ફફડાટ: દેશમાં અહીં લાગૂ કરાયું ફરી એક વાર નાઈટ કર્ફ્યૂ, આજ રાતથી જ લાગૂ થશે આ નિયમો, ચેતી જજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!