GSTV

આતંકવાદ પર પાકિસ્તાનને મોટો ઝટકો, ગ્રે લિસ્ટમાં રાખવાની સાથે FATFએ આપી આ ચેતવણી

ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે એફએટીએફે પાકિસ્તાનને ફરી એક વખત ઝટકો આપ્યો છે. એફએટીએફે આતંકવાદ વિરૂદ્ધ પાકિસ્તાનની કાર્યવાહીથી નારાજગી વ્યક્ત કરી તેને જૂન-2020 સુધી ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે. એફએટીએફે પાકિસ્તાનને ચેતવણી આપી તેમજ 27 સુત્રીય કાર્યયોજના પર જૂન મહિના પહેલા લાગુ કરવા માટે જણાવ્યું. જો પાકિસ્તાન આતંકવાદ રોકવા માટે યોગ્ય પગલાં નહીં લે તો તેને જૂન મહિનામાં બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે.

પાકિસ્તાનના ગ્રે લિસ્ટની મુદ્દત ચાર મહિના માટે વધારી

એફએટીએફના વર્કિંગ ગ્રુપની અનેક બેઠકોમાં પાકિસ્તાનના પ્રદર્શનની કાર્યયોજનાની સમીક્ષા કરવામાં આવી. જે બાદ એફએટીએફે પાકિસ્તાનને ગ્રે લિસ્ટની મુદ્દતને ચાર મહિના માટે વધારી દીધી. આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી ન કરનારા પાકિસ્તાનનો સાથ હવે તેમના કાયમી દોસ્ત મનાતા ચીન અને સાઉદી અરેબિયાઓ પણ છોડી દીધો છે. એફએટીએફની બેઠકમાં ચીને ભારત. અમેરિકા. યુરોપિયન દેશો તેમજ સાઉદી અરેબિયાનો સાથ આપ્યો. આ તમામ દેશોએ પાકિસ્તાનને કહ્યું કે તેમણે આતંકવાદને ડામવા તેમજ મની લોન્ડ્રિંગ મામલે કડક કાર્યવાહી કરવી જોઇએ.

Read Also

Related posts

કોરોના સંકટમાં ચર્ચામાં આવેલી તબલિગી જમાતનો આવો છે ઇતિહાસ, એક કે બે નહીં 150 દેશોમાં છે પગપેસારો

pratik shah

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!