GSTV
Home » News » 9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

પાકિસ્તાને મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાંવ્યું કે ગુરૂ નાનક જયંતિ પહેલા 9 નવેમ્બરથી કરતારપુર કોરિડોર ખુલ્લો મુકાશે. પાકિસ્તાનનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આતિફ મજીદે જણાંવ્યું કે, પાકિસ્તાન 9 નવેમ્બરે ઉદ્ધાટન કરશે. જ્યારે 11 નવેમ્બરે ગુરૂ નાનક દેવની જયંતિ ઉજવવામાં આવશે. તેમણે જણાંવ્યું કે શરૂઆતમાં 5000 શ્રદ્ધાળુઓ ભારતથી આવશે ત્યારબાદ અમે દરરોજ 10,000 શ્રદ્ધાળુઓને આવવાની મંજૂરી આપીશું. ઇમગ્રેશન માટે 152 કાઉન્ટર બનાવવામાં આવશે. સીમા ટર્મીનલ શૂન્ય બિંદુથી 350 મીટરનાં અંતરે રહેશે. અમે પ્રવાસીઓને એરપોર્ટ જેવી સુવિધા આપીશું.

મહત્વનું છે કે આ પહેલા પાકિસ્તાન દુતાવાસે તે તમામ ભારતીય શીખ પ્રવાસીઓને વિઝા આપવાનું શરૂ કર્યુ હતું. જે 28 ઓક્ટોબરથી કરતારપુર સાહિબ જનારા નગર કિર્તનમાં શામેલ થવા ઇચ્છતા હતાં. દિલ્હીથી શરૂ કરીને 31 ઓક્ટૉોબરે ગુરૂદ્વારા નનકાના સાહિબ પહોંચશે.

પાકિસ્તાનમાં વાઘા બોર્ડર પર પહોંચતા નગર કિર્તનનું સ્વાગત પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર, પંજાબનાં રાજ્યપાલ ચૌધરી મોહમ્મદ સરવર, ધાર્મિક મામલાનાં કેન્દ્ર સરકારનાં મંત્રી પીર નુરૂલ હક કાદરી અને અન્ય સંઘીય અને પ્રાંતીય મંત્રીઓનું સમુહ કરશે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમેટીનાં પૂર્વ અધ્યક્ષ પરમજીત સિંહ સરનાએ આ વાતની પુષ્ટી કરી હતી.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના ભાઉ બનશે ફડણવીસ, શિવસેનાના આદિત્યને ડે.સીએમથી મનાવવું પડશે મન

Mansi Patel

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!