GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ઘુસણખોરોને નહીં રોકે ત્યાં સુધી પાક.ને તેની જ ભાષામાં જવાબ અપાશે : રાજનાથ સિંહ

ભારતીય  સશ્ત્ર દળોએ ઘુસણખોરોના મુદ્દે પાકિસ્તાનના તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો અને જો પાક.ઘુસણખોરોને નહીં રોકે તો  અમે તેમને યોગ્ય જવાબ આપતા રહીંશું, એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું હતું. શયોક નદી પર પૂર્વિય લદ્દાખમાં 1400 ફુટના કર્નલ ચેવાંગ રિનચેન બ્રિજના ઉદઘાટન સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. આ બ્રિજ દેશમાં સૌથી વધુ ઉંચાઇ પર આવેલું છે.પોતાના ભાષણમાં તેમણે કલમ 370ની નાબુદી પછી લદ્દાખમાં માત્ર મિત્રો જ આવશે અને દુશ્મનો માટે  કોઇ જ જગ્યા નહીં હોય.

રાજનાથે કહ્યું કે….

‘તેમ છતાં આપણો પાડોશી પાકિસ્તાન સુધરતો નથી. આપણા સશ્ત્ર દળોએ ક્યારે પણ પાકિસ્તાનમાં પહેલાં ફાયરિંગ કર્યું નહતું. આપણે ક્યારે પણ ગોળીબાર કરવામાં પહેલ કરતા જ નથી’ એમ રાજનાથ સિહે કહ્યું હતું. પાકિસ્તાનમાંથી આતંકી પ્રવૃત્તિઓને મદદ મળતાં તેઓ ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષો માટે જોખમ ઊભું કરી રહ્યા છે. તેઓ ભારતને નબળું બનાવવા આતંકી પ્રવૃત્તિઓ કરે છે’ એમ તેમણે ઉમેર્યું હતું. જો કે ઘુસણખોરીના જવાબમાં ભારતીય દળોએ પાક.ને જોરદાર જવાબ આપ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના તંગાધાર સેકટરમાં પાકિસ્તાની દળોએ વગર ઉશ્કેરણીએ ભારતીય ચોકીઓ પર પ્રહાર કરતાં તેના જવાબમાં ભારતે કરેલા હુમલામાં ત્રણ આતંકી શિબિરો નાશ કરાઇ હતી એવા ભારતીય સેનાના વડા બિપિન રાવતે કરેલા  નિવેદનના બીજા જ દિવસે રાજનાથે ઉપરોક્ત વાત કરી હતી.  દરમિયાન, રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકે શ્રીનગરમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકીઓનો સફાયો નહીં કરે તો ભારતીય સેના પાક.માં ઘુસીને આતંકી છાવણીઓનો નાશ કરી દેશે.

ભારતીય સેનાએ જોરદાર હુમલા કરી પાક.ની અનેક આતંકી છાવણીઓનો નાશ કર્યા પછી મલિકે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. ‘પાકિસ્તાનને કાર્યવાહી કરવી જ પડશે અને આતંકી છાવણીઓ બંધ કરવી જ પડશે, જો નહીં કરે તો આપણી સેના બંધ કરાવી દેશે’એમ તેમણે કહ્યું હતું.

તોફાની પ્રવૃતિ કરતા યુવાનોને ચેતાવણી

હાલમાં ખીણમાં કેટલાક યુવાનો તોફાની પ્રવૃત્તિઓ કરતા ફરે છે તેમને પણ ચેતવણી આપતા મલિકે કહ્યું હતું કે જે યુવાનો બળજબરીથી દુકાનો બંધ કરાવે છે, મારે તેમને પૂછવું છે કે અત્યાર સુધી તમે શું મેળવ્યું? તેમને કંઇ જ મળવાનું નથી. પહેલી નવેમ્બરથી એક નવા જ કાશ્મીરની શરૂઆત થશે. લોકોએ તેના વિકાસમાં સહભાગી થવું જોઇએ. સરકારે આજે જાહેર કર્યું હતું કે વિશ્વનો સૌથી ઉંચો રણ મેદાન મેદાન હવે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું હતું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું હતું કે પ્રવાસનના હેતુ માટે સરકારે સિયાચીનના બેઝ કેમ્પ થી કુમાર પોસ્ટ સુધીના વિસ્તારને ખુલ્લું મૂકવાનો નિર્ણય કર્યો હતો. સરકારે આ પગલું લદ્દાખમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને આપણા જવાનો તેમજ એન્જીનીયરો અત્યંત ખરાબ વાતાવરણમાં પણ કેવી રીતે કામ કરે છે તે જોવા અને  જાણવા માટે આ નિર્ણય કર્યો હતો.

Read Also

Related posts

ભારતમાં કોરોના બન્યો સૌથી વધુ ખતરનાક : જુલાઈમાં હશે આટલા કેસ, યુવાનો માટે ખાસ ચેતવણી

Harshad Patel

કોરોનાની રસી શોધાઈ જાય તો પણ મળવી સહેલી નથી, આ 3 દેશો અબજો રૂપિયા ખર્ચવા તૈયાર: ભારતની આવી છે તૈયારી

Ankita Trada

રાજસ્થાનમાં તાપમાનનો પારો ઉંચકાયો, છ જિલ્લાને રેડ એલર્ટ અપાયુ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!