GSTV
Gujarat Government Advertisement

ઇમરાન ખાનને ભારે પડી શકે છે આતંકીઓ વિરુદ્ધ ન લેવાયેલા પગલાં, ગ્રે લિસ્ટ માંથી બ્લેક લીસ્ટમાં આવી શકે છે પાકિસ્તાન

Last Updated on October 21, 2020 by pratik shah

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની વર્ચ્યુઅલ બેઠક 21-25 ઓક્ટોબરથી પેરિસમાં શરૂ થઈ છે. પાકિસ્તાનનું ભાવિ નક્કી થશે. પઇમરાન ખાનની નિષ્ફળતાઓને લીધે આ વખતે પણ પાકિસ્તાન આતંકવાદી હાફિઝ સઈદ,જાકીર ઉર રેહમાન લખવી અને મૌલાના મસુદ અઝહરના કારણે ગ્રે લિસ્ટમાં રહેશે.

આ કારણે પાકિસ્તાન આવી શકે છે બ્લેક લિસ્ટમાં

પાકિસ્તાનને 6 મહત્વપૂર્ણ કાર્યોનું લક્ષ્ય સાથે આતંકવાદી ભંડોળ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોની મદદને લગતા 27 બાબતો માટે છે. તે કરવામાં ઈમરાન સદંતર નિષ્ફળ છે. વળી, 400 આતંકીઓ વિશે કોઈ સ્પષ્ટતા આપી નથી. આવી બધી વાતોથી ટૂંક સમયમાં બ્લેક લિસ્ટમાં પણ આવી શકે છે.

ઇમરાન ખાન

પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં રહેશે તે નક્કી

આતંકવાદ વિરોધી કાયદાના શેડ્યૂલ ફાઇવ હેઠળના 7,600 આતંકીઓની પાકિસ્તાનની અસલ સૂચિમાંથી અચાનક 4,000 થી વધુ નામ ગાયબ થઈ ગયા છે. આ સંજોગોમાં તે લગભગ નિશ્ચિત છે કે પાકિસ્તાન એફએટીએફની ગ્રે લિસ્ટમાં રહેશે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ પાકિસ્તાનની ધરતી પરથી ચાલતાં આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતાથી સંતુષ્ટ નથી. અઝહર, સઈદ અને લખવી ભારતના ઘણા આતંકવાદી હુમલા અંગે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. ભારતે આ અંગે સતત માંગણી કરી છે. દાઉદને ભારતમાં લાવવાની વાત ભાજપે 2013માં કરી હતી. તે પણ પાકિસ્તાન સોંપતું નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!