પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પહેલીટેસ્ટ મેચને લઈને છેલ્લો નિર્ણય સામે આવ્યો છે. પહેલી ટેસ્ટ મેચ નિર્ધારિત સમય કહેતાં 1 ડિસેમ્બરથી શરૂ થશે. એની જાહેરાત પીસીબીએ કરી છે. બુધવારે સમાચાર હતા કે ઈંગ્લેન્ડના કેટલાય ખેલાડીઓ બીમાર થયા છે પરંતુ આજે એ વાતની પુષ્ટી થઈ ગઈ કે ઈંગ્લેન્ડ ટીમ પાસે પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ માટે પર્યાપ્ત ખેલાડી છે. ઈંગ્લેન્ડે 18 ઓવરમાં વિના વિકેટે 129 રનની રમત રમી છે. બંને ઓપનરોએ અડધી સદી ફટકારી છે.

કેટલાક ખેલાડી રિકવર થઈ ચૂક્યા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની જાહેરાત કરી કે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ ગુરુવારે નિયમો મુજબ ચાલુ થઈ જશે. ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટે કહ્યું કે તેમની પાસે પ્લેઇંગ ઈલેવન માટે પર્યાપ્ત ખેલાડી છે. ઈંગ્લેન્ડના 7 ખેલાડી 24 કલાક પહેલા બીમાર પડી ગયા હતા પરંતુ હવે કેટલાક ખેલાડી રિકવર થઈ ચૂક્યા છે.
નિર્ધારિત સમયે ચાલુ થઈ ગઈ મેચ
પીસીબીએ ટ્વિટ કરતા જાણકારી આપી કે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની પ્લેઇંગ ઈલેવનને મેદાનમાં ઉતારવાનીસ્થિતિમાં છે. આજે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન સમય અનુસાર 10 વાગ્યે મેચ ચાલુ થઈ ગઈ છે.
પાકિસ્તાનની જમીન પર ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષના લાંબા અંતરાલ પછી ટેસ્ટ સીરિઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે. સીરીજ પહેલા મેચ માટે બેન સ્ટોક્સે પ્લેઇંગ ઈલેવનની જાહેરાત પણ કરી દીધી છે. જેમાં લિયામ લિવિંગસ્ટોનને ડેબ્યુ કરાવવાની વાત પણ શામેલ હતી. બેન ડકેટ 6 વર્ષ પછી ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ટીમની પ્લેઇંગ ઈલેવનમાં શામેલ કરાયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મેનોપોઝ પછી ખાસ જરુરી છે કેલ્શિયમ, નહી તો હાંડકા તૂટવાનો ભય વધી શકે છે
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત