GSTV

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

શાહીન

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચટ્ટોગ્રામમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે મોટી દુર્ઘટના થઈ. બાંગ્લાદેશ માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર બેટ્સમેન યાસિર અલીને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની એક બોલ હેલમેટના પાછળના ભાગમાં લાગી. આ ઘટના બાંગ્લાદેશની બીજી ઈનિંગની 30મી ઓવરમાં બની. હકીકતમાં શાહીનની બાઉન્સરને ડક કરવાના પ્રયાસમાં યાસિરે બોલ પરથી આંખો હટાવી લીધી હતી. આ ભૂલ તેને ભારે પડી અને બોલ સીધી હેલ્મેટ પર વાગી. તેને લીધે મેચને થોડા સમય માટે રોકવી પડી હતી. બાંગ્લાદેશના ફીઝિયો તરત મેદાન પર આવી ગયા અને યાસિરની ઇજાની તપાસ કરી.

શાહીન

તેના પછી યાસિરે ફરીવાર બેટિંગ શરૂ પરી. પરંતુ એક ઓવર પછી જ ડ્રિંક્સ બ્રેક દરમિયાન ફીઝિયો ફરી યાસિરને તપાસવા આવ્યા. ત્યારે બેટ્સમેને તકલીફની ફરિયાદ કરી હતી. બાદમાં તેને ચટ્ટોગ્રામના સ્થાનિક હોસ્પિટલમાં સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. જે સમયે યાસિર રિટાયર્ડ હર્ટ થયો, ત્યારે તે 36 રન પર હતો.

યાસિર અલી ડેબ્યૂ ટેસ્ટથી બહાર

તેના થોડાક જ સમય પછી બાંગ્લાદેશ ટીમ મેનેજમેન્ટે જણાવ્યું કે યાસિર આ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેના કન્કશન સબ્સિટ્યૂટ ચરીકે નુરુલ હસનને ટીમમાં સમાવેશ કરાયો છે. જોકે નિયમ મુજબ તે મેચમાં ફક્ત બેટિંગ કરી શકશે. તેને વિકેટકીપિંગની મંજૂરી નહીં મળે. કારણ કે યાસિર બેટ્સમેન છે. નુરુલે અત્યાર સુધી 3 ટેસ્ટમાં 115 રન કર્યા છે અને બેસ્ટ સ્કોર 64 છે.

Read Also

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!