GSTV
Home » News » અફઘાનિસ્તાન VS પાકિસ્તાન : આજે પાકિસ્તાને અફઘાનોને ઉલટફેર કરતા અટકાવવા પડશે

અફઘાનિસ્તાન VS પાકિસ્તાન : આજે પાકિસ્તાને અફઘાનોને ઉલટફેર કરતા અટકાવવા પડશે

આઈસીસી વિશ્વકપનો 36મો મુકાબલો આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે. ઈંગલેન્ડના હેડિંગ્લે મેદાનમાં બંને ટીમો એકબીજા સામે ટકરાશે. ભારત સામે મળેલી હાર બાદ અને ટીકાઓને અવગણીને પાકિસ્તાનની ટીમે સુંદર વાપસી કરી છે. પાકિસ્તાને પોતાની ગત્ત મેચમાં ટૂર્નામેન્ટની સૌથી ખતરનાક ટીમ ન્યૂઝિલેન્ડને હરાવ્યું હતું. એ જીતથી પાકિસ્તાનનો આત્મવિશ્વાસ વધ્યો હતો. એક વખતની વિશ્વ વિજેતા ટીમે જે રીતે પ્રદર્શન કર્યું તે સરાહનીય છે પણ પાકિસ્તાનને હજુ ફિલ્ડીંગ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. જેના કારણે વિરોધી ટીમ મોટો સ્કોર કરી નાખે છે.

તો બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ માટે ટૂર્નામેન્ટમાં હવે કંઈ બચ્યું નથી. અફઘાનિસ્તાનની ટીમે જે રીતે અન્ય ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું તેનાથી બિલ્કુલ ઉલ્ટુ વિશ્વકપમાં કર્યું. એક બે મોટા ઉલટફેર કરી વિશ્વકપમાં મેજર અપસેટ સર્જશે તેવું લાગી રહ્યું હતું, પણ અફઘાનિસ્તાનથી એ પણ ન થઈ શક્યું. છેલ્લે ભારત સામે અફઘાનિસ્તાન જીતશે તેવું લાગતું હતું, પણ મહોમ્મદ શમીની હેટ્રીકના કારણે અફઘાનિસ્તાન બેકફૂટમાં ધકેલાઈ ગયું.

હવે સેમિફાઈનલમાં પહોંચવાના સ્વપ્ન જોતી પાકિસ્તાનની ટીમની સામે અફઘાનિસ્તાનની ટીમ મોટી અડચણ પેદા કરી શકે છે. કારણ કે અફઘાનોને હવે કશું ગુમાવવાનું પણ નથી અને મેળવવાનું પણ નથી. ટૂર્નામેન્ટમાંથી તે ઓલરેડી આઉટ છે. પાકિસ્તાનના બોલર્સ સામે અફઘાન બેટ્સમેનોનું ટકવું મુશ્કેલ લાગી રહ્યું છે. અત્યાર સુધી મોહમ્મદ આમિર અને વહાબ રિયાઝ ટીમના મુખ્ય બોલર્સ હતા પણ હવે ફોર્મમાં આવી ગયેલા શાહીન અફરિદીએ પણ ન્યૂઝિલેન્ડ સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા અફઘાનો માટે આ જીત પણ હારમાં તબ્દિલ થઈ જશે.

પાકિસ્તાનની બેટીંગમાં બાબર આઝમ એક મોટું નામ છે. બાબરે પોતાની ગત્ત ઈનિંગમાં ન્યૂઝિલેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા સેન્ચુરી ફટકારી હતી. જેથી ટીમને જીત મળી હતી. હૈરિસ સોહેલે પણ સત્તત પોતાની બીજી હાફ સેન્ચુરી ફટકારી હતી. આ બે બેટ્સમેનો સિવાય મોહમ્મદ હાફીઝ પણ મોટી ઈનિંગ રમી શકે છે.

જેથી અફઘાનિસ્તાનની બોલિંગની વાત કરવામાં આવે તો રાશિદ ખાનનો જાદૂ આ વિશ્વકપમાં ચાલી નથી શક્યો. થોડી રીતે મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાને સારું પ્રદર્શન કર્યું પણ સ્પિનની તિગડી આ વિશ્વકપમાં પ્રભાવશાળી દેખાવ નથી કરી શકી.

READ ALSO

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!