GSTV

LAC પર તણાવની વચ્ચે LOC પર પાકિસ્તાનની નાપાક હરકત, જૂનમાં દરરોજ કરી રહ્યા છે સીઝફાયરનું ઉલ્લંઘન

એક તરફ ચીન સરહદે ભારત અને ચીનની સેના આમને સામને છે તો બીજી તરફ પાકિસ્તાન પણ આ તણાવનો લાભ લઇને સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે. જેના કારણે એલઓસી ઉપર પણ તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ પામી છે.. પાકિસ્તાન દ્વારા ઉરી,  રાજૌરી, પૂંછ,  નૌશેરા સહિત જુદા જુદા સેક્ટરમાં સતત ફાયરિંગ અને મોર્ટારમારો કરવામાં આવી રહ્યો છે. જેનો ભારતીય જવાનો દ્વારા બમણી તાકાતથી જવાબ અપાઇ રહ્યો છે.

ચીની

નાગરીક વિસ્તારોને બનાવે છે ટાર્ગેટ

રિપોર્ટ્સ મુજબ એલઓસીના રાજૌરી અને પૂંછ સેક્ટરની નજીક પાકિસ્તાની સેનાના જવાનો છેલ્લા ઘણા સમયથી તૈનાત છે. જેમની પાસે હેવિ કેલિબર મશીનગન છે. 15 જૂને ભારત અને ચીની સૈનિકોની વચ્ચે થયેલી અથડામણ બાદથી પાકિસ્તાની સેના જાણી જોઇને નાગરીક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે.  છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાની સેનાએ ખાસ કરીને દક્ષિણમાં પીર પંજાલ અને ઉત્તર કાશ્મીરમાં ભારતીય સેનાને ઉશ્કેરવાનું કામ કર્યું છે. આ ઉપરાંત શાહપુર, કિરની, ખારી કરમા અને મનકોટ સેક્ટરમાં ગોળીબારની વધુ ઘટનાઓ સામે આવી છે.

140 વખત યુદ્ધવિરામનો ભંગ

જૂનમાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા આશરે 140 વખત યુદ્ધવિરામનો ભંગ થયો. 15 જૂન બાદ તો યુદ્ધવિરામ ભંગ વગરનો એક પણ દિવસ ખાલી ગયો નથી. ગોળીબારની વચ્ચે પાકિસ્તાન હથિયારો સાથે આતંકવાદીઓની નાની ટુકડીઓને ઘૂસણખોરી કરાવવામાં લાગ્યું છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ પ્રમાણે ભારે હથિયારોથી સજ્જ ઘૂસણખોરો નાના જૂથોમાં સરહદ નજીક ડેરો જમાવીને બેઠા છે. આશરે 250 આતંકવાદીઓ સરહદની નજીક લાવવામાં આવ્યા છે. કે જેથી તેમની ઘૂસણખોરી કરાવી શકાય.

READ ALSO

Related posts

ગંદી બાત 2 ફેઇમ અન્વેષી જૈનનો જુઓ કિલર લૂક, ફોટો જોઈ નજર નહી હટાવી શકે ફેન્સ

Ankita Trada

જેલમાં બેઠાબેઠા પણ લાલુ યાદવ તેજસ્વીને સીએમ બનાવવા થયા સક્રિય, આ નેતાઓને કર્યા ફોન

Karan

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ નિધન બાદ પરિવાર માટે શું મૂકીને ગયા, આટલી છે સંપત્તિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!