GSTV

નહીં સુધરે નફ્ફટ પાકિસ્તાન! પૂછના કેરાની સેક્ટરમાં કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન

પાકિસ્તાન

Last Updated on June 27, 2020 by Arohi

જમ્મુ કાશ્મીરના પૂછના કેરાની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેમાં પાકિસ્તાન તરફતી થયેલા ફાયરીંગમાં એક યુવતીને ગોળી વાગી છે. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય  છે કે જમ્મુ કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન સીમા પર પાકિસ્તાન અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરતું રહે છે. ત્યારે આજ રોજ વહેલી સવારે કેરાની સેક્ટરમાં ફાયરીંગ કરતા એક યુવતીને ગોળી વાગી હતી.

અનંતનાગમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો (CRPF) પર હુમલો

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો (CRPF) પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક સૃથાનિક બાળકનું પણ મોત નિપજ્યું છે.દક્ષિણ કાશ્મીરમાં જ્યારે સીઆરપીએફનો કાફલો જઇ રહ્યો હતો ત્યારે આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો. જ્યારે હુમલો થયો ત્યારે એક જવાન અને બાળકને ઇજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

માર્યા ગયેલા બાળકનું નામ નિહાન યવાર છે અને તે નજીકના જ કુલગામ જિલ્લાનો રહેવાસી હતો. જ્યારે શહીદ જવાનનું નામ શમલ કુમાર છે. સમગ્ર એરિયાને સુરક્ષા જવાનોએ ઘેરી લીધો હતો અને હુમલાખોર આતંકીઓની તપાસ હાથ ધરી હતી.

ઓમર અબ્દુલ્લાએ કર્યુ ટ્વિટ

બાળકની આતંકીઓ દ્વારા થયેલી હત્યા મુદ્દે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે આતંકીઓ દ્વારા થયેલા હુમલામાં એક માસૂમ બાળકનું મોત નિપજ્યું જે ખરેખર બહુ જ દુ:ખદ બાબત છે. કાશ્મીરમાં આ હિંસાને રોકવી અતી જરૂરી છે. જવાનો પર હુમલો કરનારા આ આતંકીઓ જમ્મુ કાશ્મીર ઇસ્લામિક સ્ટેટ (જેકેઆઇએસ) સાથે સંકળાયેલા છે.

બીજી તરફ પુલવામામાં સૈન્ય દ્વારા મોટા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું અને ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ આતંકીઓ પાસેથી બે એકે રાઇફલ્સ મળી આવી હતી જ્યારે હજુ પણ આતંકીઓ હોવાની બાતમીના આધારે મોટા પાયે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આ ઘટના ત્રાલમાં સામે આવી હતી.

પાકિસ્તાન

હજુ પણ છુપાયા છે આતંકી

આતંકીઓ ભાગી ન જાય તે માટે પહેલાથી જ પુરા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો જે બાદ ઓપરેશન શરૂ કરાયું હતું. જ્યારે હજુ પણ આતંકીઓ છુપાયાની બાતમી મળી છે જેના આધારે તપાસ ચાલી રહી છે.

જમ્મુ કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાન દ્વારા ભારે તોપમારો કરવામાં આવ્યો હતો અને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. જેમાં એક 17 વર્ષની યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જોકે તેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અને તેમના પરિવારજનોને દસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!