GSTV
Home » News » ભારત અને પાક વચ્ચેની 2003ની યુદ્ધવિરામ સમજૂતીનું એક હજારથી વધારે વખત ઉલ્લંઘન

ભારત અને પાક વચ્ચેની 2003ની યુદ્ધવિરામ સમજૂતીનું એક હજારથી વધારે વખત ઉલ્લંઘન

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પાકિસ્તાને 2018માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2003ની યુદ્ધવિરામ સમજૂતીનું એક હજારથી વધારે વખત ઉલ્લંઘન થયું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે ભારત પાકિસ્તાન તરફથી વિના-કારણે થતા યુદ્ધવિરામ ઉલ્લંઘનને ઘણું ગંભીરતાથી લે છે. કારણ કે આમા જાન-માલની હાનિ થતી હોય છે.

પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ ભારતીય ક્ષેત્રમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના ઈરાદે કરાતું હોવાનું જણાવીને તેમણે ક્હ્યુ છે કે આવા પ્રકારની ઘૂસણખોરીનું ભૂતકાળમાં પરિણામ જોઈ ચુક્યા છીએ. આશા કરવામાં આવે છે કે પાકિસ્તાનને અહેસાસ થશે કે તે શું કરી રહ્યું છે અને પાકિસ્તાન બંને દેશો વચ્ચેના 2003ની શસ્ત્રવિરામ સમજૂતીનું પાલન કરે.

મહત્વપૂર્ણ છે કે ભારતે રમઝાનમાં જમ્મુ-કાશ્મીરમાં શસ્ત્રવિરામ અને સીમા પર યુદ્ધવિરામનું એલાન કર્યું છે. પરંતુ આ સમયગાળામાં પણ પાકિસ્તાન તરફથી કોઈપણ કારણ વગર શસ્ત્રવિરામનો ભંગ કરવાની નાપાક હરકતો ચાલુ છે.

Related posts

હેલિકોપ્ટર કૌભાંડ: અદાલતે રાતુલ પુરીને 1 ઓકટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલ્યો

Riyaz Parmar

‘હાઉડી મોદી’ પાછળ મોદી-ટ્રમ્પની સમાંતર રાજનીતિ જવાબદાર છે? જાણો શું કહે છે તજજ્ઞો

Riyaz Parmar

રાજકોટમાં પોલીસની દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, અનેક મોટા માથાના નામ સામે આવવાની શક્યતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!