GSTV
Home » News » પાકની નફ્ફટાઈ યથાવત… પુંછના અખનૂર સેક્ટરમાં કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

પાકની નફ્ફટાઈ યથાવત… પુંછના અખનૂર સેક્ટરમાં કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નાપાક પાકિસ્તાન દ્વારા ભારતની સરહદે અટકચાળો યથાવત છે. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ગત રાતે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું. જેથી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાન સાથેના તણાવની વચ્ચે જમ્મુ-કાશ્મીર તંત્રએ આજે પણ બોર્ડર પરની શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલી ધોરણ-12 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી. અકળાયેલા પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અહીં લોકોમાં દહેશતનો માહોલ છે.

દિલ્હી મેટ્રોની સુરક્ષામાં વધારો

ભારતે પાકિસ્તાનામાં કરેલી એર સ્ટ્રાઈક બાદ દેશના મહાનગરોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.  ત્યારે રાજાધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ એલર્ટ આપ્યું છે. એલર્ટ બાદ દિલ્હી મેટ્રોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ આતંકવાદી સંગઠન મેટ્રો પર હુમલો કરી શકે છે. ગઈ કાલે દિલ્હી પોલીસે દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ હતું. જે બાદ રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જ્યારે દિલ્હી સાથે પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં એલર્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ બાદ જમ્મુ કાશ્મીરને એલર્ટ પર રાખવામાં આવ્યુ છે. ત્યારે જમ્મુમાં સુરક્ષા વધારી દેવાઈ. સેનાએ જમ્મુ રેલવે સ્ટેશન પર સુરક્ષાના ભાગરૂપે મોરચો સંભાળ્યો છે. અહીં સેનાને સ્ટેન્ડબાય રાખીને તમામ ગતિવિધિ પર નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. જમ્મુ સ્ટેશન પર આવતા તમામ પેસેન્જરનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે, આતંકી હુમલાનુ એલર્ટ અને સરહદ પર વધેલી પાકિસ્તાની ગતિવિધિ બાદ જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

પંજાબ, રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર

પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ. અહીં બોર્ડર સિક્યોરિટી  ફોર્સને એલર્ટ રહેવાના આદેશ આપવામા આવ્યા છે. આ સાથે સામાન્ય નાગરિકોને બોર્ડર વિસ્તાથી દૂર રહેવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત સરહદી વિસ્તારના જિલ્લામાં પોલીસ દળને પણ તૈનાત કરવામાં આવ્યુ છે. પાકિસ્તાનની સરહદ જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલી છે.  સરહદ પર પાકિસ્તાની સૈન્યની ગતિવિધિ વધારે જોવા મળતા સેના સતર્ક બની છે. ગત દિવસે કચ્છમાં ભારતીય સેનાએ પાકિસ્તાની  ડ્રોનને તોડી પાડ્યુ હતુ. જે બાદ અહી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

રાજોરીમાં આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી

સરહદ પર તણાવ વધતાની સાથે જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રએ સરહદ પરન  તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેના પગલે રાજોરીમાં આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી. સરહદ પર સીઝ ફાયરના કારણે આંતરરાષ્ટ્રીય સરહદથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલી ધોરણ-12 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી છે. અકળાયેલા પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે અહીં લોકોમાં દહેશતનો માહોલ છે. જેથી આજે તમામ શાળા બંધ રાખવામાં આવી અને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામા આવી છે.

Read Also

Related posts

ભાજપ કોર્પોરેટરના પુત્રના સામે હોમગાર્ડ જવાનનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

Nilesh Jethva

કેન્સલ અને વેઈટિંગ ટિકિટોથી રેલવેએ માત્ર 3 વર્ષમાં જ આટલી થઈ કમાણી

Pravin Makwana

કોલ્ડ્રીન્ક્સના શોખીન છો તો આ ઉનાળામાં તમારા ખિસ્સા ખંખેરાશે, 6થી 14 ટકા વધી શકે છે ભાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!