GSTV

તમારા પ્રધાનમંત્રી પણ માને છે યુવા, આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાની વાત, UNમાં પાકિસ્તાન પર વરસ્યું ભારત

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન, તુર્કી અને ઇસ્લામિક સહકાર સંગઠન (OIC) એ ફરી એકવાર ભારતને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો છે. જિનીવા, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના અધિવેશનમાં પાકિસ્તાન, તુર્કી અને OICએ ભારતના આંતરિક મુદ્દા પર ટિપ્પણી કરી હતી અને માનવાધિકારના ઉલ્લંઘન થતાં હોવાના આક્ષેપ કર્યા હતા. આ પછી, જિનીવામાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ પવન બાથેએ આ ત્રણેયને યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે,

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિની ટીકાને ભારતે નકારી છે. જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી અને આર્થિક વિકાસની પુન:સ્થાપનની પ્રક્રિયામાં ગતિ આવી છે, જ્યારે પાકિસ્તાને આ પ્રક્રિયામાં અનેક અવરોધો લાવવાનો પ્રયાસ કર્યો છે.

ભારતે કહ્યું કે ખોટી આક્ષેપો કરવાની ભારતને બદનામ કરવાની પાકિસ્તાનની આદત બની ગઈ છે. ધાર્મિક અને વંશીય લઘુમતી જૂથોને સતત ત્રાસ આપે છે અને આતંકવાદનું કેન્દ્ર છે. ધાર્મિક અને વંશીય લઘુમતી જૂથો માટે કોઈ ભવિષ્ય નથી. પાકિસ્તાનની બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને સિંધમાં લોકોની નબળી છે. બલુચિસ્તાનમાં પરિવારમાંથી સભ્ય ગુમ કરી દેવામાં ન આવતાં હોય એવો એક દિવસ પણ પસાર થતો નથી. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત લોકોને પેન્શન આપે છે. તેમના વડા પ્રધાન ગર્વથી સ્વીકારે છે કે હજારો આતંકીઓ તેમના દેશમાં જમ્મુ-કાશ્મીરમાં લડવાની તાલીમ લે છે.

ભારતીય પ્રતિનિધિએ તેના જવાબમાં કહ્યું કે આશ્ચર્યજનક વાત નથી કે ઘણી વૈશ્વિક સંસ્થાઓ આતંકવાદને ધિરાણ રોકવામાં પાકિસ્તાનની નિષ્ફળતાથી ચિંતિત છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓનું વ્યવસ્થિત સતામણી, બદનામી કાયદા, બળજબરીથી ધર્માંતરણો, ખૂન, સાંપ્રદાયિક હિંસા અને ભેદભાવના કારણે પાકિસ્તાનમાં લઘુમતીઓ સલામત નથી. પાકિસ્તાનમાં હજારો શીખ, હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓનું અપહરણ કરી લગ્ન કરવામાં આવી રહ્યા છે અને બળજબરીથી ધર્મપરિવત કરવામાં આવી રહ્યા છે.

OICને ભારતના આંતરિક મુદ્દા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ભારતે તુર્કીને ભારતના આંતરિક મુદ્દા પર ટિપ્પણી કરવાનું ટાળવાની સલાહ પણ આપી હતી.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી ધનવાદ દેશ કુવૈતમાં રોકડની તંગી, મૂડીએ પ્રથમ વખત રેટિંગ ઘટાડ્યું

Ankita Trada

500 કેસોમાં લોકડાઉન જાહેર હવે 6 માસમાં 57 લાખ કેસ : વિશ્વમાં બીજા ક્રમાંકે ભારત, વૈજ્ઞાનિકોની વધી ચિંતા

Bansari

BIG NEWS/ દિલ્હીમાં બેકાબુ બસે સાત લોકોને લીધા હડફેટે, એક બાળક સહિત ત્રણનાં નિપજ્યાં કરૂણ મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!