GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 29 શીખ શ્રદ્ધાળુઓના મોત, એક ડઝનથી વધુ છે ઇજાગ્રસ્ત

પાકિસ્તાનમાં એક ટ્રેન દુર્ઘટનામાં 29 શીખ શ્રદ્ધાળુના મોત થયા છે. શ્રદ્ધાળુ એક બસમાં લાહોરથી કરાચી જઇ રહ્યા હતા. તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ સાથે અથડાઇ ગઇ હતી. આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ધ ડોન ન્યૂઝ અનુસાર 15 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સારવાર દરમિયાન 4 લોકોનાં મોત થયા છે. અકસ્માત એ ફાટક વિનાના ક્રોસિંગ પર બન્યો છે.

શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ઝડપથી નિકળી રહી હતી. આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

યાત્રાળુઓને લઈ જતી બસને કરાચી બાઉન્ડ શાહ હુસેન એક્સપ્રેસ દ્વારા માનવરહિત રેલ્વે ક્રોસિંગ પર ટક્કર મારી હતી. યાત્રાળુઓ પેશાવરથી મુસાફરી કરી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, અહીં થયેલી આ દુર્ઘટનામાં મોટા ભાગના શિખ શ્રદ્ધાળુ હતાં.

ગૂરૂદ્વાર પાછા જઈ રહ્યા હતા યાત્રિઓ

શેખુપુરા જિલ્લા પોલીસ ઓફિસર ગાઝી સલાહુદ્દીને આ ઘટનાની જાણકારી આપી છે. આ ઘટના પંજાબના શેખૂપુરામાં ફરુકાબાદમાં ઘટી છે. અહીં કરાંચીથી લાહોર જઈ રહેલા શાહ હુસૈન એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન શેખુપુરા જઈ રહેલા વાન સાથે અથડાઈ હતી. શેખુપુરા જિલ્લામાં શિખ શ્રદ્ધાળુ ગુરૂદ્વારા સચ્ચા સૌદા પાછા જઈ રહ્યા હતા. તેઓ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.

વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ

રેલવે અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ દુર્ઘટના બેરિયર વગરની ક્રોસિંસના કારણે થયો છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલામાં ભરતી કરાવ્યા છે. મૃતદેહોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યુ છે. વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ દુર્ઘટના પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે તંત્રને ઘાયલ લોકોને સારામાં સારી મદદ મળી રહે તેવા આદેશ કર્યા છે.

READ ALSO

Related posts

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાઉદી અરેબિયાને ધમકી, ટેકો આપો નહીંતર મુસલમાન દેશોનું અલગ સંગઠન બનાવીશું

Dilip Patel

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ : સંચાલક ભરત મહંતનું સામે આવ્યું ભાજપ કનેકશન, મોદીની હાજરીમાં કર્યા હતા કેસરિયા

Nilesh Jethva

ચીનની લશ્કરી હિલચાલ પર 4 જાસૂસી ઉપગ્રહો રાખશે નજર, લદાખ સરહદે 4 હજાર કિલોમીટરની છે એલએસી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!