GSTV
Home » News » કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનની પડખે આવ્યું ચીન, આટલા અબજ ડોલરની આપી લોન

કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનની પડખે આવ્યું ચીન, આટલા અબજ ડોલરની આપી લોન

china

રોકડની તંગી સામે ઝઝુમી રહેલા ભિખારી પાકિસ્તાનને બચાવવ માટે તેનું ચાલાક મિત્ર ચીન આગળ આવ્યું છે. ચીન દ્વારા પાકિસ્તાનનને વધુ 2.1 અબજ ડોલરની લોનની મદદ કરવામાં આવી છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે આ વાતનું એલાન કર્યુ. આગામી સોમવાર સુધીમાં  ચીન તરફથી પાકિસ્તાનની સ્ટેટ બેંકને આ રકમ મળી જશે.

પાકિસ્તાન માટે આ સારા સમાચાર છે પરંતુ હકીકત એ છે કે કંગાળ બની ચુકેલુ પાકિસ્તાન હવે ચીનની લોનની જાળમાં વધુને વધુ ફસાઇ રહ્યું છે. પાકિસ્તાની અખબર ડોનના અહેવાલ મુજબ ચીન તરફથી મળનારી 2.1 અબજ ડોલરની લોન માટે તમામ ઔપચારિકતા પૂર્ણ કરી લેવાઇ છે અને આ રકમ 25 માર્ચ સુધીમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના ખાતામાં જમા થઇ જશે.

પાકિસ્તાનના નાણા મંત્રાલયનું માનવું છે કે તેનાથી તેમનું વિદેશી મુદ્રા ભંડોળ મજબૂત બનશે. આ પહેલા પાકિસ્તાનને સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત પણ એક-એક અબજ ડોલરની મદદ કરી ચુક્યા છે.

Read Also

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!