GSTV

કાશ્મીર મામલે ભારતનો સાથ ન આપનાર સાઉદીને પાકિસ્તાને આપી ધમકી, હવે રાહ નહીં જોઈએ

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને સાથ નહીં આપનારા સાઉદી અરેબિયાને પાકિસ્તાને હવે ધમકી આપવા માંડી છે. ચીન અને તુર્કીના ઈશારો પર નાચી રહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેબૂબ કુરેશીએ કહ્યું છે કે, સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ દ્વારા જો કાશ્મીરના મુદ્દે ચર્ચા કરવા માટે વિદેશ મંત્રીઓની બેઠક નહી બોલાવાય તો પાકિસ્તાને કાશ્મીર મુદ્દે અમારી સાથે ઉભા રહેનારા મુસ્લિમ દેશોની બેઠક બોલાવવા માટે મજબૂર થવું પડશે.

કુરેશીએ આડકતરી રીતે સાઉદી અરેબિયાને ધમકી આપી છે કે, કાશ્મીર મુદ્દે અમે બીજુ સંગઠન ઉભુ કરીશું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દે વધારે રાહ જોઈ શકે તેમ નથી. પાકિસ્તાન આ મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝમાં સામેલ 57 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવવા માટે સાઉદી અરેબિયા પર કેટલાક સમયથી દબાણ કરી રહ્યું છે. જોકે હજી સુધી સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને મચક આપી નથી.

કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાને સાઉદી અરેબિયાની વાત માનીને મલેશિયામાં મળનારા ઈસ્લામિક દેશોના સંમેલનમાં હાજરી આપી નહોતી હવે પાકિસ્તાન માંગ કરી રહ્યુ છે કે, સાઉદી અરેબિયા કાશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોની બેઠક બોલાવવા માટે પહેલ કરે. પાકિસ્તાનના મીડિયાના મતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝની બેઠક નહીં થવા પાછળનુ કારણ સાઉદી અરેબિયા છે.જે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપી રહ્યુ નથી. સાઉદી અરેબિયાનો ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કન્ટ્રીઝ પર દબદબો છે.

READ ALSO

Related posts

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ હરસિમરત કૌર બાદ હવે અકાલી દળે છેડો ફાડ્યો, NDAમાંથી થયું અલગ

Pravin Makwana

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!