યુએનમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિવેદન બાદ પાકિસ્તાન ગભરાયું છે. યુએનમાં હવે પાકિસ્તાન ભારતને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યું છે. યુએનમાં પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. યુએનમાં પાકિસ્તાનના રાજનાયિક સાદ વરિચે કહ્યું કે, ભારતમાં સંઘની શાખામાં ફાંસીવાદની ટ્રેનિંગ આપવામાં આવે છે. ભારતમાં અનેક મુસ્લમાન અસુરક્ષિત છે. સાદ વરિચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, ભારતના સૌથી મોટા રાજ્યનો ચહેરો હિંદુવાદી યોગી આદિત્યનાથ છે. જેઓ જાહેરમાં હિંદુવાદના વખાણ કરે છે. સાદ વરિચે યુએનમાં જમ્મુ કાશ્મીર પાકિસ્તાનનું અભિન્ન અંગ ગણાવ્ય હતું.
યુએનમાં પાકિસ્તાનની ભારતને ધમકી
પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલની આપી ધમકી
પાકિસ્તાનનું યુએનમાં સંઘ પર નિશાન
પાકિસ્તાને સંઘ સરખામણી ફાંસીવાદ સાથે કરી
ભારતમાં યોગી આદિત્યનાથ હિંદવાદનો ચહેરોઃ પાકિસ્તાન