GSTV
Gujarat Government Advertisement

જો પાકિસ્તાનને FATFએ બ્લેક લિસ્ટ કર્યું તો એ બે દેશોની કક્ષામાં આવી જશે જેને અત્યારે કોઈ બોલાવતું નથી

Last Updated on October 8, 2019 by Mayur

એશિયા પેસિફિક ગુ્રપ (એપીજી)ના 228 પાનાના અહેવાલમાં દાવો થયો હતો કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની આગામી બેઠકમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અગાઉ પાકિસ્તાનને આ સંગઠને ગ્રે લિસ્ટ કર્યું હતું.ટેરર ફંડ અને મની લોન્ડરિંગ ઉપર નજર રાખતા સંગઠન ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ટ ફોર્સની બેઠક આગામી સપ્તાહે મળશે. પેરિસમાં થનારી આ બેઠકમાં પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે બ્લેકલિસ્ટ કરવા બાબતે ગંભીરતાથી વિચારાશે.

40 માપદંડો પ્રમાણે કામ કરવાની સૂચના અપાઈ હતી

એશિયા પેસિફિક ગુ્રપ (એપીજી)ના વાર્ષિક 228 પાનાના અહેવાલમાં કહેવાયું હતું કે પાકિસ્તાનને ગત વર્ષે ઓક્ટોબર સુધીમાં 40 માપદંડો પ્રમાણે કામ કરવાની સૂચના અપાઈ હતી, પરંતુ પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધના 40માંથી 39 માપદંડોનું પાલન કર્યું નથી. જમાત-ઉદ-દાવા, અલકાયદા, જૈશ-એ-મોહમ્મદ સહિતના આતંકવાદી સંગઠનો સામે પડતર મામલામાં પાકિસ્તાને છેલ્લાં એક વર્ષથી કોઈ જ કાર્યવાહી કરી નથી એવું અહેવાલમાં નોંધાયું છે.

પાકિસ્તાને શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાનો આરોપ

આતંકવાદી સંગઠનોને છાવરતા પાકિસ્તાન સામે આતંકવાદને ટેરર ફંડ અપાવવામાં શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. અહેવાલમાં કહેવાયું હતું કે આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં ફંડ ઉઘરાવે છે અને વિવિધ એક્ટિવિટી કરે છે, છતાં સરકાર મૌન તમાશો જૂએ છે. પાક. સરકારની આ નિષ્ક્રિયતાની નોંધ લઈને એપીજી ગુ્રપે પગલાં ભરવાની શક્યતા વ્યક્ત કરી હતી.

તો ઈરાન અને ઉત્તર કોરિયાની લિસ્ટમાં આવી જશે

એફએટીએફની બેઠકમાં જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાશે તો ઈરાન અને ઉત્તર કોરિયાની કક્ષામાં આવી જશે. રહેમ દાખવીને જો બ્લેકલિસ્ટ નહીં કરાય તો પણ ગ્રે લિસ્ટમાં જાળવી રખાશે.ગ્રે લિસ્ટમાં જાળવી રખાશે તેનો આૃર્થ એ કે પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આિર્થક મદદ મળે તે માટેની તમામ ગતિવિિધને પરવાનગી આપે છે. આતંકવાદ વોચડોગ તરીકે કાર્યરત આ સંસૃથા પાકિસ્તાનને ગ્રે લિસ્ટ રાખશે તો પણ વિશ્વમાં પાકિસ્તાની નામોશી થશે તે નક્કી છે.

15 મહિનાનો સમય અપાયો હતો

પાકિસ્તાનને જૂન-2018માં એફએટીએફ દ્વારા ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. એ વખતે 27 સૂત્રોની યોજના બતાવીને તેના પાલન માટે 15 મહિનાનો સમય અપાયો હતો. જો પાકિસ્તાન બ્લેક લિસ્ટ થશે તો ઈન્ટરનેશનલ મોનેટરિ ફંડ જેવી વૈશ્વિક સંસૃથાઓની લોન લેવામાં ખૂબ મુશ્કેલી પડશે.

રાજનાથ સિંહે શું નિવેદન આપ્યું ?

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે એફએટીએફ ગમે ત્યારે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી દેશે. એ નિવેદન પછી પાકિસ્તાને એમાં વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રાજનાથ સિંહ આ બાબતને રાજકીય રંગ આપી રહ્યા છે. પાકિસ્તાને એશિયા પેસિફિક ગુ્રપની સહઅધ્યક્ષતા કરવા બાબતે ભારતની તટસૃથા ઉપર પણ પાકે. સવાલો કર્યા હતા. બ્લેકલિસ્ટનો ખતરો મંડરાતો હોવાથી પાકિસ્તાને ભારતની ટીકા કરીને રઘવાટ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!