પાકિસ્તાન ચીનને ખુશ કરવા માટે ગધેડા વધારી રહ્યું છે, ક્લિક કરીને જાણો કઈ રીતે

પાકિસ્તાન પર ચીનની મહેરબાની છે એવી ખબર અવારનવાર આવતી હોય છે. એટલા માટે પાકિસ્તાન તરફથી પણ ચીનને ખુશ કરવા માટે કેટલીટ રીતો અપનાવવામાં આવે છે. આનાં જ કારણે પાકિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી ચાઇના માટે ગધેડાની સંખ્યા વધારી રહ્યું છે. તેનું પરિણામ એ છે કે ગધેડાની સંખ્યાના કિસ્સામાં પાકિસ્તાન વિશ્વમાં ત્રીજો સૌથી મોટો દેશ છે. પાક મીડિયા અહેવાલ અનુસાર, ગધેડાના કિસ્સામાં ચીન અને ઇથોપિયા પાકિસ્તાનથી પણ આગળ છે.

આ જ વર્ષે પાકિસ્તાનના આર્થિક સર્વેક્ષણ અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે ગધેડામાં સતત વધારો થઈ રહ્યો છે. પાછલા એપ્રિલ મહિનામાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ 2017-18માં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. તેના અનુસાર 2017-18માં ગધેડાની સંખ્યા વધીને 53 લાખ થઈ ગઈ છે. અગાઉ 2015-16માં ગધેડાનો આંકડો 51 લાખ કરતા પણ વધારે હતો, જ્યારે 2016-17માં આ સંખ્યા વધીને 52 લાખ થઈ હતી. અને પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યામાં જેટલો વધારો થાય છે એનાં માટે ચીન જવાબદાર છે.

પાકિસ્તાનમાંથી ચીન ગધેડાની સૌથી વધુ ખરીદી કરે છે. ચાઇનામાં ગધેડાની ખોલ ખૂબ ઉપયોગમાં આવે છે. ગધેડાનાં ખોલથી જિલેટીન બને છે અને ચાઇનામાં તેને ઈજિયો પણ કહેવામા આવે છે. જૂના સમયમાં તેનો ઉપયોગ બ્લડ સર્ક્યુલેશન સારૂ બનાવવા માટે ચાઇનીઝ દવાઓ તરીકે થતો હતો. આ ઉપરાંત ચાઇનામાં ગધેડાના માંસની પણ ખૂબ માંગ છે. વધારે માંગને પહોંચી વળવા માટે ચીનને પાકિસ્તાન જેવા દેશો પાસે હાથ ફેલાવવો પડે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter