GSTV

પાક નહીં સુધરે: અફઘાન સરકારનો ચોંકાવનારો દાવો, દસ હજારથી વધુ પાકિસ્તાની આતંકીઓ દેશમાં પ્રવેશ્યા, રિપોર્ટ્સમાં થયા ખુલાસા

Last Updated on July 30, 2021 by pratik shah

અફઘાન સરકારે જણાવ્યું છે કે દસ હજારથી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા છે. એવા ઘણા રિપોર્ટ સૂચવે છે કે તાલિબાનને પાકિસ્તાની સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના પ્રવક્તાએ મીડિયાને મોકલેલા વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં પ્રોક્સી વોર માટે હજારો આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા છે.

પાકિસ્તાન તાલિબાનને સતત મદદ કરી રહ્યું છે

વીડિયો સંદેશમાં પ્રવક્તાએ કહ્યું છે કે અમારી પાસે સચોટ ગુપ્તચર રિપોર્ટ છે કે દસ હજારથી વધુ પાકિસ્તાની આતંકીઓ અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા છે. જ્યારે 15,000 થી વધુ લડવૈયાઓને અફઘાનિસ્તાન જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ બતાવે છે કે એક નિયમિત સંસ્થા તાલિબાનને તાલીમ અને પૈસાની મદદ કરી રહ્યું છે.

તાલિબાન

અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ કહ્યું હતું કે એક મહિનામાં 10,000 વિદેશી આતંકવાદીઓ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનમાં આવ્યા છે. જુલાઇની શરૂઆતમાં, ગનીએ આતંકવાદી સંગઠનો સાથેના સંબંધો તોડવા ન હોવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી.

READ ALSO

Related posts

કોરોનાએ તો વિશ્વના બજારોને એવી રીતે પછાડ્યું કે સાર્વત્રિક મંદીનો કડાકો, ફુત્સી ઈન્ડેક્ષ, ડેક્ષ, નિક્કીમાં બેથી ચાર ટકાના ગાબડાં

pratik shah

અનામત મુદ્દો: પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા ખોરંભે, શું સરકાર પેરામેડિકલ પ્રવેશ હવે શરૂ કરશે?

pratik shah

BSE તથા NSE ઓલટાઈમ હાઈ સપાટીથી 8 ટકા તૂટયા, રોકાણકારો એ માત્ર 37 દિવસમાં 16 લાખ કરોડ ગુમાવ્યા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!