GSTV

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

ISI

Last Updated on September 28, 2021 by pratik shah

અમેરિકન સંસ્થા કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, વિશ્વમાં જેટલા આતંકી સંગઠનો સક્રિય છે તે પૈકીના 12 એવા છે જેને પાકિસ્તાનમાં આશ્રય અપાયેલો છે.આ પૈકીના પાંચ સંગઠનોના ટાર્ગેટ પર ભારત છે. આ સંસ્થાએ ખુલાસો કર્યો છે કે, લશ્કર એ તૈયબા, જૈશ એ મહોમ્મદ જેવા સંગઠન ભારતને પોતાનો ટાર્ગેટ બનાવવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. અમેરિકાના અધિકારીઓએ પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનોના બેઝની પણ ઓળખ કરી છે.જેમાંથી કેટલાક સંગઠનો તો 1980થી સક્રિય છે.

આ રિપોર્ટ અમેરિકામાં ક્વાડ દેશોના વડાઓ વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન જાહેર કરાયો હતો અને તેમાં કહેવાયુ છે કે, પાકિસ્તાનમાં સક્રિય કેટલાક સંગઠનો એવા છે જે આખી દુનિયાને ટાર્ગેટ બનાવવા માંગે છે તો કેટલાક સંગઠનોના નિશાના પર અફઘાનિસ્તાનની જમીન છે તો પાંચ સંગઠનોના નિશાના પર ભારત અને ખાસ કરીને કાશ્મીર છે.

આ પાંચ સંગઠનો પૈકી લશ્કર એ તૈયબા 1980માં બનાવાયુ હતુ અને 2001માં તેનો વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરાયુ હતુ.આ સંગઠને 2008માં મુંબઈમાં હુમલો કર્યો હતો.

જૈશ એ મહોમ્મદની સ્થાપના 2002માં અઝહર મસૂદે કરી હતી.જે ભારતમાં કાશ્મીરમાં સક્રિય છે.

હરકત ઉલ જિહાદ ઈસ્લામી 1980માં બન્યુ હતુ અને સોવિયેત સેના સામે અફઘાનિસ્તાનમાં લડવા માટે તેની સ્થાપના કરાઈ હતી.જોકે 2010માં તેને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરાયુ હતુ.1989 પછી તેણે ભારતમાં કાશ્મીરમાં હુમલા શરુ કર્યા હતા. હિઝબુલ મુઝાહીદ્દીનની સ્થાપના 1989માં રાજકીય પાર્ટી તરીકે થઈ હતી.આ સંગઠન દ્વારા સંખ્યાબંધ આતંકી હુમલા કરાયા હતા.

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેઘક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

દોસ્ત રશિયાનું આ નિવેદન ભારતને કરી શકે છે નારાજ!

Vishvesh Dave

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!