GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાનીની કબૂલાત, ટીમના ખેલાડીઓએ આ વસ્તુઓની દાણચોરી કરી હતી

દાણચોરી

એક તરફ સમગ્ર દુનિયામાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે પાકિસ્તાનમાં અલગ જ રમત રમાઈ રહી છે. ત્યાંના ક્રિકેટર કે હોકી ખેલાડી ચોંકાવનારી કબૂલાતો કરી રહ્યા છે. પાકિસ્તાની હોકી ટીમના ભૂતપૂર્વ સુકાની હનીફ ખાને એવો આરોપ લગાવ્યો છે કે 1983માં હોંગકોંગથી પરત ફરતી વખતે કેટલાક ખેલાડીઓ અને અધિકારીઓએ કિંમતી સામાનની ચોરી કરી હતી.

આ વસ્તુઓની દાણચોરી કરીને પાકિસ્તાન લાવ્યા હતાં

એ વખતના સુકાની હનીફે દાવો કરતા જણાવ્યું હતું કે 1983માં એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અમે હોંગકોંગ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ત્યારે ટીમના સામાનની સાથે કારના સ્પેરપાર્ટ, વીસીઆર, ગ્લાસ ફ્રેમ વગેરે ચીજો દાણચોરી કરીને પાકિસ્તાન લાવવામાં આવી હતી. એ દિવસોમાં તમામ સામાનનો પાકિસ્તાનમાં પ્રતિબંધ હતો.

દાણચોરીમાં અધિકારીઓની પણ મીલીભગત

હનીફ ખાને જણાવ્યું હતું કે એ વખતે દાણચોરીના આ સામાનની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા હતી. કસ્ટમના કેટલાક અધિકારીઓની તપાસમાં ટીમના ખેલાડીઓ અને અધિકારીઓ દાણચોરોની ટોળકીમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ મામલાને રફે દફે કરી નાખવામાં આવ્યો હતો. હનીફ ખાન તાજેતરમાં જ પાકિસ્તાની હોકી ટીમના કોચ અને મેનેજર હતા.

Read Also

Related posts

ભાવનગરનાં ઘોઘા બંદરે લગાવાયું ત્રણ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સુચના

pratik shah

બે રાજ્યોમાં વહેચાયેલું છે અહીંનું રેલવે સ્ટેશન, અડધું મહારાષ્ટ્રમાં તો અડધુ છે ગુજરાતમાં

Mansi Patel

શહેરનાં સીટીએમ પાસે બેન્કનાં ATMમાં આગ લાગતા બળીને ખાખ, ફાયર વિભાગે આગને લીધી કાબૂમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!