GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

કુનાર પ્રાંતમાં ફઝલુલ્લાહને નિશાન બનાવીને અમેરીકાનો ડ્રોન હુમલો, માર્યા જવાની કોઈ પુષ્ટિ થઈ નથી

અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વ કુનાર પ્રાંતમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રમુખ અને આતંકવાદી મુલ્લા ફઝલુલ્લાહને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યો છે. અમેરિકાની સેનાએ સત્તાવાર રીતે વોઈસ ઓફ અમેરિકાને ડ્રોન હુમલા બાબતે પુષ્ટિ કરી છે. જો કે મુલ્લા ફઝલુલ્લાહના ડ્રોન હુમલામાં માર્યા જવાની કોઈ પુષ્ટિ થઈ નથી.

ફઝલુલ્લાહ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો પ્રમુખ છે. તે ઘણી આતંકવાદી ઘટનાઓમાં સામેલ રહ્યો છે. તેણે જ મલાલા યુસુફજઈ પર હુમલો કરાવ્યો હતો. કથિતપણે તેણે 2010માં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં પણ હુમલો કરવાની યોજના બનાવી હતી. પરંતુ આમા ફઝલુલ્લાહને નિષ્ફળતા સાંપડી હતી.

લેફ્ટિનેન્ટ કર્નલ માર્ટિન ઓડોનેલે જાણકારી આપી છે કે અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આવેલા કુનાર પ્રાંતમાં આતંકવાદીઓના ખાત્મા માટે 13 જૂનથી જ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાન હેઠળના હુમલામાં મુલ્લા ફઝલુલ્લાહને નિશાન બનાવવામાં આવ્યો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અલકાયદાની સાથે ઘનિષ્ઠતા ધરાવે છે.

ફઝલુલ્લાહે કહ્યુ હતુ કે ટાઈમ્સ સ્ક્વેર હુમલા માટે ફૈજલ શહઝાદને તહરીક એ તાલિબાન દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ આતંકવાદી જૂથે ડિસેમ્બર-2014માં પેશાવરની આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો અને તેમા 150 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોમાં 132 જેટલા બાળકો પણ હતા અને નવથી વધારે સ્કૂલ સ્ટાફના લોકો પણ હતા. પેશાવર આર્મી સ્કૂલ પરના આતંકી હુમલામાં 245થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મહત્વપૂર્ણ છે કે અમેરિકા અફઘાનિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં ફૂલીફાલી રહેલા આતંકવાદ પર કડક વલણ અખત્યાર કરી રહ્યું છે. તાજેતરમાં અમેરિકાએ ત્રણ મોટા પાકિસ્તાની આતંકવાદીઓની જાણકારી આપનારને કુલ 70 કરોડ રૂપિયાનું ઈનામ આપવાનું એલાન કર્યું હતું.

મુલ્લા ફઝલુલ્લાહ પર પાંચ મિલિયન ડોલર એટલે કે 32 કરોડ રૂપિયા, અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર એટલે કે 19-19 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા અમેરિકા દ્વાર અફઘાનિસ્તાનમાં એક ડ્રોન હુમલામાં કથિતપણે મુલ્લા ફઝલુલ્લાહનો પુત્ર માર્યો ગયો હતો.

Related posts

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel

BIG NEWS : બોલિવૂડ સુપર સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું કેન્સર, થોડા સમય માટે કામમાંથી લીધો બ્રેક

Nilesh Jethva

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં 16 ઓગસ્ટથી શરૂ થશે વૈષ્ણોદેવી યાત્રા, આ નિયમોનું કરવું પડશે પાલન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!