GSTV
Home » News » INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની  મેચમાં પાકિસ્તાને ટોસ જીત્યો અને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી. ભારતીય ટીમમાં શિખર ધવનના સ્થાને વિજય શંકરને ટીએમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાને બે સ્પીનરને ટીમમાં સ્થાન આપ્યુ છે. ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરી રહ્યા છે.

ટીમમાં થયો ફેરફાર

માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે.. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.  ઈનજર્ડ  શિખર ધવનના સ્થાને ટીમમાં વિજય શંકરને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યુ છે. ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાને ટીમમાં બે સ્પીનરને સ્થાન આપ્યુ છે. પાકિસ્તાને આસીફ અલી અને  આફરીદીની જગ્યાએ શાદાબ ખાન અને ઈમાદ  વસીમને સ્થાન આપ્યુ છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, રોહિત શર્મા, એમએસ ધોની, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાજવ અને યજુવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા

ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા વરસાદ માન્ચેસ્ટરમાં ધીમીધારે વરસાદે પડ્યો. જેથી ટોસ પણ મોડો થવાની શક્યતા છે. વરસાદના કારણે 50 ઓવરની મેચ રમવી પણ મુશ્કેલ બની શકે છે. ત્યારે વરસાદની આગાહી વચ્ચે જીએસટીવી પણ માન્ચેસ્ટર પહોંચ્યુ છે. અને જીએસટીવી પાસે માન્ચેસ્ટરના હવામાનનો લેટેસ્ટ વીડિયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, માન્ચેસ્ટમાં વાદળો છવાઈ છે. જેથી માન્ચેસ્ટરમાં મેચ દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે.

બે કટ્ટર હરિફો

વરસાદની 50 ટકાથી વધુ આશંકા વચ્ચે એશિયાના બે કટ્ટર હરીફો  ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેદાનમાં આમને-સામને ટકરાશે. મેચ પહેલા સ્ટેડિમ વિસ્તારમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે. મેચ શરૂ થયાના એક કલાક બાદ માન્ચેસ્ટકમાં  વરસાદ પડી શકે છે. વરસાદના કારણે મેચ રદ્દ થાય તો 137.5 કરોડ રૂપિયાનું  ધોવાણ થઈ શકે છે. આ મેચમાં  ક્રિકેટ ચાહકોને હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે. વર્લ્ડકપનો ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ‘મધર ઓફ બેટલ્સ’તરીકે ઓળખાય છે. જો કે માંચેસ્ટરથી ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાનાર મેચમાં વરસાદ વિલન બની શકે છે.. માંચેસ્ટરમાં છેલ્લા બે દિવસથી અને આજે બપોર સુધી વરસાદ એ રીતે પડયો છે કે આઉટ ફિલ્ડ ખાસ્સુ ભીનું થઇ ગયું છે. વરસાદ રાત્રે કે સવારે ના પડે તો પણ આખી રાત્રિ ગ્રાઉન્ડને સુકવવાના પ્રયત્નોમાં કેટલી સફળતા મળી છે તે  મેચ અગાઉ ખબર પડશે.

ભારત કરતાં પાકિસ્તાન વધારે દબાણ હેઠળ

ભારત કરતા પાકિસ્તાન વધુ દબાણ હેઠળ હશે કેમ કે પાકિસ્તાન વર્લ્ડકપના ઇતિહાસમાં ભારત સામેના શક્ય બનેલા છ મુકાબલામાંથી એકમાં પણ જીત્યું નથી.ભારતની વર્તમાન ટીમ પણ આઇસીસી રેન્કિંગમાં તેમના દેખાવને જોતા બીજા સ્થાને છે. પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં બે મેચ હારી ચૂક્યું છે. અને એક મેચ જીત્યું છે. એક મેચ વરસાદે ધોઇ નાંખતા એક પોઇન્ટથી સંતુષ્ટ રહેવું પડયું છે.

ભારતના ધુરંધરો

પાકિસ્તાનના ચાર મેચમાંથી ત્રણ પોઇન્ટ જ છે જ્યારે બે મેચ જીત, એક અનિર્ણિત સાથે ત્રણ મેચમાંથી પાંચ પોઇન્ટ ધરાવે છે. ભારતની પાસે રોહિત શર્મા, કોહલી, રાહુલ અને હાર્દિક કે કાર્તિક છે. બોલિંગમાં બુમરાહ, ચહલ ભારે ફોર્મમાં છે. તો પાકિસ્તાન અનુભવી હાફિઝ, કેપ્ટન સરફરાઝ એહમદ આઝમ ઝમાન પર નિર્ભર છે. જો કે પાકિસ્તાન માટે મહત્તમ મદાર મોહમ્મદ આમીરનો ૧૦ ઓવરનો સ્પેલ કેવી અસરકારકતા બતાવે છે તેના પર છે.  તે ઝડપથી ટેબલ ટર્ન કરી શકે છે. ટિકિટ અઢી લાખ રૂપિયામાં બ્લેકમાં વેચાય છે

Related posts

બાબરે કરેલી ઐતિહાસિક ભૂલ હવે સુધારવાનો સમય : હિન્દુ પક્ષની દલીલ

Mayur

ચિદમ્બરમની દિવાળી જેલમાં અને મુશ્કેલીમાં થયો તોતિંગ વધારો

Mayur

ગુજરાતની જનતાનું આ કામ નીતિન પટેલ ગમે તે ભોગે દિવાળી પહેલા પૂરૂ કરવા માગે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!