પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવા અને તેની સહયોગી પાર્ટી ફલાહી ઈન્સાનિયત ફાઉન્ડેશનને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે બન્ને સંગઠનને પાકિસ્તાનમાં સામાજિક અને ચેરીટીની મંજૂરી આપી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશે આ મામલે સુનાવણી હાથ ધરી છે. ઈમરાન ખાનની પીએમ બન્યા બાદ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનની સરકારે આ પહેલા હાફિઝ સઈદના સંગઠન પર પ્રતિબંધ મુક્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાફિઝ સઈદે જણાવ્યુ કે, લાંબી લડાઈ બાદ જમાત-ઉદ-દાવાની જીત થઈ છે. પાકિસ્તાનમાં હાફિઝ સઈદનુ મોટુ નેટવર્ક છે. હાફિઝ પાકિસ્તાનમાં 300 મદરેસા, સ્કૂલ હોસ્પિટલ, પબ્લિકેશન હાઉસ, અને એમ્બુલન્સ સેવાનું સંચાલન કરે છે. જોકે સમાજસેવાના નામે હાફિઝ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું પ્રવૃતિ પણ કરી રહ્યો છે.