GSTV

ટ્રમ્પની મુલાકાત પહેલાં પાકિસ્તાને અણુશસ્ત્રથી સજ્જ કરી શકાય એવી ક્રૂઝ મિસાઈલનું કર્યું પરિક્ષણ

જમ્મુ કશ્મીર અને નાગરિકતા અંગેના નવા કાયદા જેવા મુદ્દે ભારત વિરોધી પ્રચાર કરી રહેલા પાકિસ્તાને અણુશસ્ત્રથી સજ્જ કરી શકાય એવા ક્રૂઝ મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું હોવાનો દાવો કર્યો હતો. આવતા સપ્તાહે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાન જાણે ભારતને ડરાવવા માગતું હોય કે દેખાડી દેવા માગતું હોય એમ ક્રૂઝ મિસાઇલ રાડ ટુનું ટેસ્ટિંગ કર્યું છે. મિસાઈલની રેન્જમાં દિલ્હી આવી જાય છે.

મિસાઇલ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ

આ મિસાઇલ 600 કિલોમીટર દૂરના નિશાનને વીંધી શકે છે એવો દાવો પાકિસ્તાનના સંરક્ષણ ખાતાએ કર્યો હતો. પાકિસ્તાનના લશ્કરના મિડિયા વિભાગે જણાવ્યું હતું કે આ મિસાઇલ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે અને જમીની તેમજ દરિયાઇ હુમલાનો જોરદાર પ્રતિકાર કરવા સક્ષમ છે. અમે એનું સફળ પરીક્ષણ કરી શક્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ.

દુનિયાભરમાં આશરે 15000 જેટલા પરમાણુ હથિયારો મોજૂદ

હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે ત્યારે પાકિસ્તાને ક્રૂઝ મિસાઈલનું ટેસ્ટિંગ કરી ભારતને શાનમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પ 24મીએ ભારત આવી રહ્યાં છે એ પહેલાં આ મિસાઈલનું ટેસ્ટિંગ માહોલ બગાડી શકે છે. આમ તો ભારત-પાકિસ્તાનના કુલ પરમાણુ હથિયારને જોઈએ તો યૂએસ, રશિયા અને ચીનના પરમાણુ જથ્થાની તુલનામાં ઓછાં છે. પરંતુ આ પરમાણુ હથિયાર 1945માં જાપાનમાં ફેંકવામાં આવેલા પરમાણુ બોંબથી ખૂબ વધારે શક્તિશાળી અને વિધ્વંસક છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદથી કોઈપણ દેશે પરમાણુ હથિયારોનો ઉપયોગ નથી કર્યો પરંતુ દુનિયાભરમાં આશરે 15000 જેટલા પરમાણુ હથિયારો મોજૂદ છે. જો સીમિત માત્રામાં પણ પરમાણુ બોંબનો ઉપયોગ કરવામાં આવે તો તેના અપ્રત્યાશિત વિનાશકારી પરિણામો જોવા મળી શકે છે.

Related posts

આ દેશના સ્વાસ્થ્ય મંત્રી લોકડાઉન તોડીને પરિવાર સાથે ફરવા નીકળ્યા, પીએમએ છીનવી લીધુ પદ

Ankita Trada

30મી એપ્રિલ સુધી રાજ્યમાં શાળા- કોલેજો રહેશે બંધ, આ સરકારે લોકડાઉન ખૂલે પહેલાં કરી દીધી જાહેરાત

Nilesh Jethva

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!